મચ્છરની એક કોઈલમાંથી નીકળતો ધુમાડો 100 સિગારેટ માંથી નીકળતા ધુમાડા બરાબર છે.

મચ્છરની એક કોઈલમાંથી નીકળતો ધુમાડો 100 સિગારેટ માંથી નીકળતા ધુમાડા બરાબર છે.

મચ્છર ભગાડવા માટે લોકો શું શું નથી કરતા.અવનવા સ્પ્રે લઈ આવે, કોયલ લઈ આવે પણ તમને અજીબ નથી લાગતું જેનાથી મચ્છર નો સત્યનાશ થઈ જતો હોય તે તમને કાઇપણ નુકશાન નઈ પહોંચાડતું હોય?

તો તમને જણાવી દઉં કે ખરેખર કોયલ માંથી નીકળતો ધુમાડો 75 થી 100 સિગરેટમાંથી નીકળતા ધુમાડા બરાબર છે. એટલું જ નહિ કોઇલમાંથી નીકળતા ધુમાડા માં બેન્ઝો પોરેન્સ, બૅન્ઝો ફ્લોરોએથેન જેવા તત્વો બહાર આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ જો વધારે સમય સુધી કોઇલના ધુમાડામાં શ્વાસ લે તો દમ નો રોગ થવાની શક્યતા છે. આ ઉપરાંત ત્વચા અને આંખો પર પણ તેની અસર પડે છે અને બાળકોમાં સતત ગભરાટ પણ લાવી શકે છે.

ચીન અને મલેશિયાની અનેક કંપનીઓ માં રિસર્ચ કરવાથી માહિતી મળી કે એક કોઇલ 100 સિગારેટ બરાબર છે અને લગભગ 2.5 પીએમ નો ધુમાડો ઉત્પન્ન કરે છે જે ખૂબ વધારે કહેવાય.