khissu

ગુજરાતમાં વધશે તાપમાન, ઠંડ, ગરમી અને વરસાદની આગાહી, જાણો શું

રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. જે મુજબ હવે રાજ્યના તાપમાનમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે.

આગામી સમયમાં ગરમીનો અનુભવ થશે 
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ 3થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનુ અહેસાસ થશે.

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.

આ દિવસોમાં વરસાદની આગાહી 
આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.