કપાસની બજારમાં નરમાઈ યથાવત છે. ગુજરાતમાં કપાસની આવકો સરેરાશ વધીને સાડા ત્રણ લાખમણની ઉપર થઈ હતી અને આગામી દિવસોમાં આવકો હજી પણ વધે તેવી ધારણાં છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમથી બની જશો લાખોપતિ - 50 રૂપિયા જમા કરાવો અને 35 લાખ મેળવો, જાણો વિગતે
કપડાંથી માંડીને ખાદ્યતેલમાં વપરાતા કપાસનું દેશમાં સાડાત્રણ ટન ઉત્પાદન થાય છે, તેમાં ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૨ લાખ ટનમાં ૭૦થી ૭૨ ટકા કપાસ માત્ર સૌરાષ્ટ્ર પકવે છે.ગત ચોમાસુ સાનુકૂળ રહેતા અને ખેડૂતોએ કપાસનું વાવેતર ૩ લાખ હેક્ટરમાં વધારે કર્યું હોય આ તૈયાર થયેલો પાક હવે માર્કેટ યાર્ડમાં ઢગલામોઢે ઠલવાવા લાગ્યો છે.
ખેડૂતોએ ભાવ રૂ।.૨૦૦૦ની સપાટી વધે તેની રાહ જોઈ હતી પરંતુ, હવે માલ બજારમાં લાવવાનું શરુ કરી દીધું છે. ગત વર્ષે ૨૮૦૦એ પહોંચેલા ભાવ આ વર્ષે ૧૯૦૦થી નીચે, રાજ્યમાં ગત વર્ષથી ૩ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું છે.
આ પણ વાંચો: કઈ બેંક 5 લાખ રૂપિયા પર સૌથી ઓછું વ્યાજ લઈ રહી છે ? જાણો અહીં
કડીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે આગામી પંદરેક દિવસમાં કપાસની આવકો વધી જાય તેવીધારણાં છે. ચૂંટણી પૂરી થયા બાદ ખેડૂતો કપાસ કાઢવા લાગે તેવી ધારણાં છે. ભાવ બહુ ઊંચા જોયા હોવાથી અત્યારે નીચા લાગે છે, પંરતુ જો આ ભાવથી ખેડૂતો વેચાણ નહીં કરે તો આગામી દિવસોમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાં પણ નકારી શકાય તેમ નથી
| તા. 18/11/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1800 | 1887 |
| અમરેલી | 1100 | 1881 |
| સાવરકુંડલા | 1650 | 1870 |
| જસદણ | 1725 | 1870 |
| બોટાદ | 1770 | 1951 |
| મહુવા | 1652 | 1824 |
| ગોંડલ | 1751 | 1861 |
| કાલાવડ | 1700 | 1858 |
| જામજોધપુર | 1650 | 1856 |
| ભાવનગર | 1550 | 1840 |
| જામનગર | 1550 | 1930 |
| બાબરા | 1720 | 1910 |
| જેતપુર | 1600 | 1930 |
| વાંકાનેર | 1550 | 1870 |
| મોરબી | 1750 | 1920 |
| રાજુલા | 1725 | 1835 |
| હળવદ | 1745 | 1860 |
| વિસાવદર | 1750 | 1866 |
| તળાજા | 1650 | 1851 |
| બગસરા | 1600 | 1882 |
| જુનાગઢ | 1675 | 1814 |
| ઉપલેટા | 1750 | 1845 |
| માણાવદર | 1760 | 1870 |
| ધોરાજી | 1696 | 1871 |
| વિછીયા | 1700 | 1870 |
| ભેંસાણ | 1700 | 1865 |
| ધારી | 1575 | 1855 |
| લાલપુર | 1744 | 1859 |
| ખંભાળિયા | 1750 | 1837 |
| ધ્રોલ | 1702 | 1856 |
| દશાડાપાટડી | 1800 | 1825 |
| પાલીતાણા | 1640 | 1840 |
| સાયલા | 1764 | 1880 |
| હારીજ | 1800 | 1878 |
| ધનસૂરા | 1700 | 1760 |
| વિજાપુર | 1650 | 1871 |
| કુકરવાડા | 1740 | 1862 |
| ગોજારીયા | 1780 | 1861 |
| હિંમતનગર | 1601 | 1899 |
| માણસા | 1750 | 1852 |
| કડી | 1780 | 1900 |
| મોડાસા | 1700 | 1816 |
| પાટણ | 1780 | 1865 |
| થરા | 1800 | 1820 |
| તલોદ | 1550 | 1823 |
| સિધ્ધપુર | 1800 | 1881 |
| ડોળાસા | 1600 | 1841 |
| દીયોદર | 1750 | 1810 |
| બેચરાજી | 1750 | 1862 |
| ગઢડા | 1721 | 1859 |
| ઢસા | 1790 | 1900 |
| ધંધુકા | 1800 | 1880 |
| વીરમગામ | 1820 | 1853 |
| જાદર | 1730 | 1880 |
| જોટાણા | 1750 | 1815 |
| ચાણસ્મા | 1780 | 1856 |
| ભીલડી | 1351 | 1771 |
| ખેડબ્રહ્મા | 1820 | 1851 |
| ઉનાવા | 1751 | 1864 |
| શિહોરી | 1790 | 1820 |
| લાખાણી | 1600 | 1865 |
| ઇકબાલગઢ | 1700 | 1771 |
| સતલાસણા | 1750 | 1825 |
| ડીસા | 1751 | 1752 |