દુનિયાની પહેલી સોનાની હોટલ, રૂમ તો છોડો ટોઇલેટ સીટ પણ સોનાની- ગજબ છે !

દુનિયાની પહેલી સોનાની હોટલ, રૂમ તો છોડો ટોઇલેટ સીટ પણ સોનાની- ગજબ છે !

આપણે બધાએ ખાલી દિવસો તો છોડો પરંતુ લગ્ન પ્રસંગે પણ સોનાના ઘરેણાં માંગીને પેરવા પડે છે ત્યારે એ સાંભળીને કેવું આશ્ચર્ય થાય કે જયારે આખી હોટલ સોનાની  હોય ! તમે બેસો એ ખુરશી સોનાની, તમે સૂવો એ બેડ સોનાનો, તમે ચા પીવો એ કપ સોનાનો અરે શું વાત છે ટોયલેટ સીટ પણ સોનાની !

વાત એમ છે કે, સોનાની આ હોટલ આવી છે વિયેતનામના હનોઇ માં કે જે દુનિયાની પહેલી ગોલ્ડ-પ્લેટેડ હોટલ છે. આ હોટલનું નામ "ડોલ્ચે હનોઈ ગોલ્ડન લેક હોટલ" રાખવામાં આવ્યું છે. હોટલમાં એક-એક વસ્તુ પર સોનાની પરત ચડાવેલી છે પછી એ બેડ હોય, ચપ્પું હોય, ટોઈલેટ હોય  કે પછી બેસવાની ખુરશી.

૨૫ માળની આ હોટલમાં ૪૦૦ રૂમ આવેલા છે. હોટલની લોબી, ફર્નિચર વગેરેમાં સોના ની કારીગરી કરેલી છે. હોટલની બહાર ની દિવાલ પર પણ ૫૪૦૦૦ વર્ગ ફૂટમાં ગોલ્ડન-પ્લેટેડ ટાઇલ્સ લગાડેલી છે.
જો તમે  પણ આ હોટલમાં જવાનું વિચારતા હોય તો તમારે લગભગ ૧૯૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે માત્ર ૧ રાતના. જો આખા હોટલનો ખર્ચ ગણીએ તો લગભગ ૨૦ કરોડ ડોલર જેટલો થાય.