ભારતીય રેલ જે લાખો યાત્રીઓ માટે ખુબજ મદદરૂપ સાબિત થઈ છે. કોઈપણ યાત્રી ઓછા ખર્ચે મુસાફરી કરી શકે છે જેમાં તમામ પ્રકારની સુવિધા પણ મળે છે. આજ સુધી ભારતીય ટ્રેન ક્યારેય પોતાની ફરજ બજાવવામાં ચુકી નથી માત્ર કોરોના કાળમાં જ તેને મજબૂરીમાં બંધ રહેવું પડયું.
જોકે જોતજોતામાં ભારતીય રેલવે એ એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી લીધી હતી. જે મુજબ દુનિયામાં ક્યાંય નહીં હોય તેવી હોસ્પિટલ ટ્રેન બનાવવામાં આવી છે.
જી હા મિત્રો, દુનિયાની સૌપ્રથમ હોસ્પિટલ ટ્રેન બની ભારતીય રેલવે દ્વારા બની હતી. આ અંગે રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. આ ટ્રેન માં દર્દીની ફ્રીમાં સારવાર કરવામાં આવશે. આ ટ્રેન અસમના બદલપુર સ્ટેશન પર તૈનાત કરવામાં આવી છે.
દુનિયાની સૌપ્રથમ હોસ્પિટલ ટ્રેનનું નામ લાઈફ લાઈન એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત હોસ્પિટલની તમામ આધુનિક સાધન સામગ્રી અને ડોકટરોની ટિમ પણ ઉપસ્થિત હશે.