વિશ્વમાં અહીં મળે છે સૌથી મોંઘુ પેટ્રોલ, આપણે 100 રૂપિયામાં રાડ બોલી જાય તો 258 રૂપિયાવાળા શું કરતાં હશે??

વિશ્વમાં અહીં મળે છે સૌથી મોંઘુ પેટ્રોલ, આપણે 100 રૂપિયામાં રાડ બોલી જાય તો 258 રૂપિયાવાળા શું કરતાં હશે??

most expensive petrol Price: વિશ્વમાં પેટ્રોલની સરેરાશ કિંમત 108.27 રૂપિયા છે. આ સંખ્યા 19 ફેબ્રુઆરી 2024 સુધી છે. ભારતમાં દરેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત બદલાય છે. અહીં સરેરાશ કિંમત 104 રૂપિયાની આસપાસ છે. આ કિંમત લોકોને વધારે લાગી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે મોંઘા પેટ્રોલના મામલે ભારત ક્યાંય પાછળ નથી. આવો તમને જણાવીએ કે કયા દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મળે છે.

માર્ગ પરિવહન મંત્રાલયે આપી રાહત, ડ્રાઇવિંગ, લર્નર અને કંડક્ટર લાયસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી સુધી લંબાવી

સિંગાપોર દસમો સૌથી મોંઘો પેટ્રોલ દેશ છે. અહીં પેટ્રોલની સરેરાશ કિંમત 170.253 રૂપિયા છે.

નવમા નંબર પર ઈઝરાયેલ છે જ્યાં પેટ્રોલની સરેરાશ કિંમત 171.503 રૂપિયા છે.

માથાદીઠ આવકના સંદર્ભમાં સમૃદ્ધ દેશોમાં સામેલ લિક્ટેંસ્ટાઇન આ યાદીમાં 8મા નંબરે છે. અહીં પેટ્રોલ 172.91 રૂપિયા પ્રતિ લીટર છે.

ખેડૂતોને મળી રહ્યો છે આટલી બધી યોજનાનો લાભ, અહીં જાણો દરેક વિશે વિગતે, માલામાલ થઈ જશો

આ યાદીમાં બાર્બાડોસ સાતમા સ્થાને છે. અહીં પેટ્રોલની કિંમત 173.307 રૂપિયા પ્રતિ લીટર છે.

સૌથી મોંઘુ પેટ્રોલ ધરાવતા દેશોની યાદીમાં નેધરલેન્ડ છઠ્ઠા સ્થાને છે. અહીં પેટ્રોલ 176.482 રૂપિયા છે.

નોર્વેમાં પેટ્રોલની કિંમત 177.753 રૂપિયા છે અને આ સાથે તે યાદીમાં પાંચમા સ્થાને છે.

ડેનમાર્કમાં પેટ્રોલની કિંમત 178.034 રૂપિયા પ્રતિ લીટર છે. આ ચોથો સૌથી મોંઘો પેટ્રોલ ધરાવતો દેશ છે.

5000 રૂપિયા પર મળશે 55,000નું વ્યાજ, SBIની સ્કીમમાં લોકો દોડી દોડીને કરી રહ્યા છે રોકાણ

આઇસલેન્ડમાં પેટ્રોલની કિંમત 190.286 રૂપિયા પ્રતિ લીટર છે. તે આ યાદીમાં ટોપ 3માં સામેલ છે.

ખૂબ જ સમૃદ્ધ દેશ ગણાતા મોનાકોમાં અહીં પેટ્રોલ 190.816 રૂપિયા પ્રતિ લીટર છે. આ બીજો સૌથી મોંઘો પેટ્રોલ ધરાવતો દેશ છે.

લગ્નની સિઝન વચ્ચે જ સારા સમાચાર, સોના-ચાંદીના ભાવ થયા ધડામ, હવે એક તોલું ખાલી આટલામાં આવી જશે

વિશ્વનું સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં ઉપલબ્ધ છે. અહીં પેટ્રોલની કિંમત 258.489 રૂપિયા પ્રતિ લીટર છે.