khissu

તમારા કામનું / ઇન્કમ ટેકસ વિભાગે વધારી આ 8 કામની તારીખો, જાણો માહિતી વિગતવાર

સરકારે હાલમાં જ ટેક્સ ભરનારાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત કોરોના મહામારી દરમિયાન સારવાર માટે કંપની અથવા બીજા કોઈ પાસેથી મળેલી રકમ પર ટેક્સની અંદર છૂટ આપવામાં આવશે. ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા એવા કામ છે જેની તારીખ બદલીને આગળ વધારવામાં આવી છે. જેથી કરદાતાઓને કોરોના મહામારીમાં થોડી રાહત મળી શકે.

કોરોના મહામારીનાં કારણે ઇન્કમ ટેકસ ભરનારાઓને ટેક્સ વિભાગની નોટિસ નો જવાબ આપવામાં મુશ્કેલી થઈ રહી છે. જેને ધ્યાનમાં લેતાં ઇન્કમ ટેક્સ સબંધિત ઘણા કામની તારીખ લંબાવવામાં આવી છે. ક્યાં કામની તારીખ વધારવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ શું છે તે જાણીએ.

TDS સ્ટેટમેન્ટ ફાઈલ:- સરકારે TDS સ્ટેટમેન્ટ ફાઈલ કરવાની તારીખ 30 જુનથી વધારીને 15 જુલાઈ કરી દીધી છે. હવે તમે 15 જુલાઈ સુધી TDS સ્ટેટમેન્ટ ફાઈલ કરી શકશો.

ટેક્સ કપાતનું પ્રમાણપત્ર રજૂ કરવું:- ટેક્સ કપાત નુ પ્રમાણપત્ર રજૂ કરવાની તારીખ 31 જુલાઈ કરી નાખવામાં આવી છે. જે પહેલા 15 જુલાઈ હતી. સરકારે આ કામ માટે 15 દિવસ વધુ આપ્યાં છે. આ તે પ્રમાણપત્ર છે જેમાં કંપની દ્વારા કોઈ કર્મચારી માટે કાપવામાં આવતા ટેક્સ વિશેની માહિતી આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર માં TDS અથવા TCS અને કર્મચારીના અન્ય ટ્રાન્જેક્શન વિશેની સંપૂર્ણ માહિતી હોય છે.

આ પણ વાંચો: શું તમે પણ બેંક ખાતાનું બેલેન્સ ચેક કરવા બેંકોના ધક્કા ખાવ છો? હવે જાણો માત્ર એક મિસ કોલ દ્વારા તમારા ખાતાનું બેલેન્સ

વિદેશી રેમીટન્સ સ્ટેટમેન્ટ ફાઈલ કરવું:- આની તારીખ પણ 15 જુલાઈથી વધારીને 31 જુલાઈ કરી નાખવામાં આવી છે. આ એ સર્ટિફિકેટ છે જેમાં કોઈ વ્યક્તિને વિદેશમાંથી ઈન્કમ તરીકે કેટલા રૂપિયા મળ્યા છે તે ઇન્કમ ટેક્સ વિભાગને સ્ટેટમેન્ટ આપવું પડે છે.

ટ્રસ્ટ અને સંસ્થાઓનાં રજીસ્ટ્રેશન ની રજૂઆત:- આ કામ માટેની જૂની તારીખ 30 જૂન હતી જે વધારીને 31 ઓગસ્ટ કરી નાખવામાં આવી છે. ટ્રસ્ટ અથવા સંસ્થા શરૂ કરવા પર ટેકસમાં રાહત મળે છે. ટ્રસ્ટને મળવાપાત્ર ગ્રાન્ટ ની જોગવાઇ ધારા 80G હેઠળ ટેકસમાં રાહત મળે છે. સંસ્થા અથવા ટ્રસ્ટને ગ્રાન્ટ મેળવવા ઈન્કમ ટેક્સ વિભાગ ને જાણકારી આપવી પડે છે.

નો TDS ક્લેમ કેસ નુ ફોર્મ અપલોડ કરવું:- આ ફોર્મ અપલોડ કરવાની તારીખ 15 જુલાઈ થી વધારીને 31 ઓગસ્ટ કરી નાંખવામાં આવી છે. જ્યારે કંપની કોઈ કર્મચારીનો વધુ ટેકસ કાપી લે છે ત્યારે કર્મચારી ઓછા અથવા ઝીરો TDS નું ફોર્મ 13 અપલોડ કરી શકે છે. આ કામ નો ક્લેમ TDS હેઠળ આવે છે.

ઇકવેલાઈઝેશન લેવી માટે ફોર્મ જમાં કરાવવું:- સરકારે આની તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી છે. પહેલા આ ફોર્મ જમાં કરવાની તારીખ 30 જૂન હતી. ઇકવેલાઈઝેશન ની શરૂઆત 2016 માં થઈ હતી. જેથી ડિજિટલ ટ્રાન્જેક્શન ઉપર ટેક્સ લગાવી શકાય. વિદેશી ઇ કોમર્સ કંપનીઓ કે જે ભારતમાંથી આવક મેળવે છે તે કંપનીઓને ડિજિટલ ટ્રાન્જેક્શન પર ટેક્સ લાગે છે. બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન પર આ ટેક્સ લાગે છે.

આ સિવાય સેટલમેન્ટ કમિશન કેસ પાછો લેવા માટે ફોર્મ જમાં કરવાની તારીખ 27 જૂનથી વધારીને 31 જુલાઈ કરી નાખવામાં આવી છે. તેમજ ડીસ્પ્યુટ રીઝોલ્યુષ્ન પેનલ DRP માટે ઓબજેક્શન જમાં કરાવવા ની તારીખ 1 જૂન થી 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: SBI બેંકે આ કંપની સાથે લોંચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ: જાણો આ કાર્ડના ફાયદા, આ કાર્ડની અરજી કેવી રીતે કરવી?

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.