khissu

માનવીનાં મગજ વિશેની એવી વાતો જે જાણીને તમને પણ વિશ્વાસ નહી આવે

મગજ શરીર નું સૌથી મહત્વનું અંગ માનું એક છે. માનવ શરીરની બધી ક્રિયાઓ મગજ વડે જ શક્ય બને છે. મગજ વિશે એવી ઘણી રોચક વાતો છે જે જાણી ને તમને નવાઈ લાગશે. તો જાણીએ માનવી નાં મગજ વિશે અજબ ગજબ તથ્ય.


  • કોઈ પણ વસ્તુ ને આપડે આંખથી નહી પણ મગજની મદદથી જોઈ શકીએ છીએ. આંખ તો ખાલી મગજ સુધી માહિતી પહોંચાડે છે. મગજ તે માહિતી પ્રોસેસ કરી ને આપણને દશ્ય દેખાડે છે.
  • મગજમાં આપણને ક્યારે દર્દ ના થાય કારણ કે મગજ ની અંદર દર્દ મહેસૂસ કરાવે એવી નસો જ નથી હોતી.
  • મગજ શરીર ની સૌથી વધારે ઊર્જા નો ઉપયોગ કરે છે. મગજ નો વજન શરીરના 2 ટકા જેટલો હોય છે પણ તે શરીરની 20 ટકા ઊર્જા નો ઉપયોગ કરે છે.
  • માનવી નાં શરીરના મગજ નો આકાર અને વજન તેના કામ કરવાની શક્તિ પર કોઈ અસર નથી કરતા.
  • નાના આકાર વાળું મગજ મોટા આકાર વાળા મગજ જેટલું જ કાર્યક્ષમ હોય છે.
  • મહાન વેજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન નાં મગજ બોવ જ તેજ હતું, પરંતુ તેનું વજન સામાન્ય માનવી નાં મગજના વજન કરતા 10 ટકા ઓછું હતું.
  • જીવતા માણસ નું મગજ એટલું નરમ હોય છે કે તેને સામાન્ય ચાકુ વડે સરળતાથી કાપી શકાય છે.
  • બાળક નાં જન્મ પછી થોડા વર્ષો તેને કાઈ યાદ રહેતું નથી. કારણ કે ત્યારે મગજ માં મેમોરી સ્ટોર કરવાનો ભાગ વિકસ્યો હોતો નથી.
  • મગજ ઉપર સૌથી વધારે અસર આજુબાજુ નાં માહોલ ની પડે છે. જે ઘર માં વધારે લડાઈ ઝગડા થતા હોય તે ઘર નાં બાળકો ઉપર એટલી અસર થાય છે જેટલી યુદ્ધ વખતે સૈનિકો નાં મગજ પર થાય છે.
  • જો મગજ માંથી amygdala નામનાં ભાગને કાઢી નાખવામા આવે તો માણસને કોઈ પણ પ્રકાર ની બીક જ નાં લાગે.
  • વેજ્ઞાનિકોના રીસર્ચ પ્રમાણે વધારે માત્રા માં ખાંડ ખાવાથી મગજની ક્ષમતા ઘટી જાય છે.