જીવનમાં વ્યક્તિને સફળતા રંગ રૂપ, કદ કે પૈસાથી નથી મળતી. તેની માટે મહેનત અને હિંમતની જરૂર પડે છે. આજે તમને આવી એક મહિલા વિશે જણાવશું જેને નાનપણ થી જ લોકોના મેણા સાંભળ્યા છે, પરંતુ મહેનત અને હિંમત કરી તેમણે સફળતા મેળવી છે. જાલંધર કોર્ટની વકીલ અને રામામંડી ની રહેવાસી 24 વર્ષીય હરવિંદર કૌરની હાઇટ 3 ફૂટ 11 ઇંચ છે. જેથી તેને લોકોના ઘણા મેણા સાંભળવા પડતા હતા, પરંતુ તેને હાર ન માની.
લંબાઇ ટૂંકી હોવાથી એર હોસ્ટેસ બનવાનું સપનું તૂટી ગયું.
એડવોકેટ હરવિંદર એ કહ્યું કે તેને નાનપણથી જ એર હોસ્ટેસ બનવા માંગતી હતી, પરંતુ હાઈટ ટુંકી હોવાને લીધે તે સપનું પૂરું ન થઈ શક્યું. નાનપણમાં તેમને હાઈટ ને વધારવા ઘણી દવા કરી પરંતુ કોઈ ફેર ના પડ્યો ત્યારબાદ એર હોસ્ટેસ બનવાનું સપનું મૂકી દીધું.
પોતાને સાબિત કરવા વકીલ બની.
હાઈટ ટૂંકી હોવાના કારણે લોકો તેને મેણા મારતા અને વિચિત્ર નજરથી જોતા, સ્કૂલમાં તેને કહેવામાં આવતું કે તેના કરિયરમાં આગળ વધી નહિ શકે. તેવામાં પોતાને સાબિત કરવા તેણે 12 ધોરણ પુરુ કર્યા બાદ કાયદાના પ્રવાહમાં આવવાનું નક્કી કર્યું. જેથી તે પોતાની ઓળખ ઊભી કરી શકે. હવે તેનું સપનું જજ બનવાનું છે.
સોશીયલ મીડીયા થી મળી મદદ: જ્યારે હરવિંદર કૌરે 12 ધોરણ પુરુ કર્યુ પછી તે ઘરમાં બેઠી રહેતી અને મોટીવેશનલ વિડિયો જોતી, જેના લીધે ઘણો તેનામાં આત્મવિશ્વાસ વધ્યો. ત્યાર પછી તે જેવી છે તેવી સ્વીકારી આગળ વધવાનો નિર્ણય લીધો. સોશીયલ મીડિયામાં તે જેવી છે તેવો લોકોએ તેનો સ્વીકાર કર્યો તેમાંથી ઘણી હિમ્મત મળી. હરવિંદર ને ઘણી વાર ખરાબ કમેન્ટ પણ આવતી પરંતુ નાનપણથી જ ટેવ પડી ગઈ હતી તેથી કોઈ અસર ના પડી, જ્યારે સારી કૉમેન્ટ હંમેશા તેની હિંમત વધારતી હતી.
હરવિંદર કૌરે જણાવ્યું હતું કે ઘણી વાર લોકો તેમને નાની છોકરી સમજતા. એક વાર તો એવું બન્યું કે જ્યારે તેને કોર્ટમાં પ્રવેશ કર્યો ત્યારે જજે કહ્યું કે કોર્ટમાં વકીલનો ડ્રેસ પહેરાવીને આ બાળકને શા માટે લાવ્યા છો? તેના સાથી વકીલે કીધું કે આ પણ એક વકીલ જ છે. તેનું કદ ટૂંકુ હોવાના કારણે લોકો તેને ચોકલેટ આપીને પણ જતા રહે છે.
દુનિયા શું કહે છે એનો વિચાર ના કરો
કારણ કે દુનિયા ઘણી અજીબ છે.
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે
અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે.