કપાસના ભાવ સતત બે દિવસ ઘટયા બાદ બુધવારે સૌરાષ્ટ્રમાં મણે રૂા.૧૫ થી ૨૦ અને કડીમાં મણે રૂા.૫ થી ૧૦ સુધર્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂના ભાવ વાયદાની તેજી પાછળ સુધરતાં કપાસમાં જીનરોની લેવાલી વધી હતી જેને કારણે કપાસમાં ભાવ સુધર્યા હતા.
વળી ઠંડીને કારણે કપાસની કવોલીટી પણ થોડી સુધરી હોઇ જીનર્સોની ડિસ્પેરિટિ ઘટી હતી. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ એકદમ સારી કવોલીટીના કપાસના રૂા.૧૯૫૦ થી ૧૯૬૦ અને મહારાષ્ટ્રની સારી કવોલીટીના કપાસના રૂા.૧૯૦૦ બોલાતા હતા. કડીમાં જીનર્સોની લેવાલી ઠંડી હતી પણ વાયદા પાછળ કપાસ વેચનારા ઊંચા ભાવ બોલતા ભાવ ઊંચકાયા હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૧૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાતા હતા.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કપાસ ખેતરમાં ઉભો છે પણ આ કપાસમાં અગાઉ જેવો ઉતારો આવશે કે કેમ ? તે અંગે શંકા હોઇ ઘટયા ભાવે જીનર્સોની કપાસ ખરીદી વધી હતી. કપાસિયા અને રૂના ભાવ વધતાં આગળ જતાં જીનરોને રૂમાં નફો મળશે તે ધારણાએ અત્યારથી થોડો કપાસ ખરીદવાનો ચાલુ થયો છે.
હળવદ માર્કેટ યાર્ડ:
ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) નિમિતે ૧૪-૧૫-૧૬ જાન્યુઆરી ૨૦૨૨ રજા રહેશે.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 1972 |
મગફળી | 800 | 1197 |
ઘઉં | 371 | 414 |
જીરું | 3001 | 3365 |
એરંડા | 1190 | 1226 |
ગુવાર | 1001 | 1184 |
તલ | 1851 | 2092 |
અડદ | 401 | 1300 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1316 | 2058 |
મગફળી | 750 | 1085 |
ઘઉં | 235 | 390 |
જીરું | 2885 | 3360 |
તલ | 1875 | 2080 |
બાજરો | 412 | 412 |
તુવેર | 1000 | 1150 |
તલ કાળા | 1850 | 2425 |
મઠ | 1695 | 1720 |
મેથી | 781 | 945 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 2026 |
જીરું | 2400 | 3411 |
ઘઉં | 395 | 446 |
એરંડા | 1176 | 1176 |
તલ | 1500 | 2121 |
ચણા | 800 | 956 |
મગફળી જીણી | 825 | 1196 |
મગફળી જાડી | 810 | 1191 |
લસણ | 151 | 411 |
સોયાબીન | 1100 | 1291 |
તુવેર | 951 | 1331 |
મગ | 651 | 1461 |
અડદ | 701 | 1381 |
મરચા સુકા | 551 | 3301 |
ઘઉં ટુકડા | 396 | 502 |
શીંગ ફાડા | 891 | 1346 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 423 |
ઘઉં ટુકડા | 385 | 434 |
ચણા | 810 | 962 |
અડદ | 1000 | 1326 |
તુવેર | 1000 | 1344 |
મગફળી ઝીણી | 800 | 1116 |
મગફળી જાડી | 800 | 1150 |
સિંગફાડા | 1000 | 1348 |
તલ | 1700 | 2001 |
તલ કાળા | 2494 | 2494 |
જીરું | 2800 | 3175 |
ધાણા | 1400 | 2060 |
મગ | 1000 | 1448 |
સોયાબીન | 1120 | 1304 |
ગમ ગુવાર | 1162 | 1162 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1400 | 2011 |
ઘઉં લોકવન | 405 | 429 |
ઘઉં ટુકડા | 411 | 476 |
જુવાર સફેદ | 350 | 585 |
બાજરી | 280 | 430 |
તુવેર | 1058 | 1247 |
મગ | 1000 | 1470 |
મગફળી જાડી | 938 | 1162 |
મગફળી ઝીણી | 912 | 1128 |
એરંડા | 1150 | 1203 |
અજમો | 1260 | 2050 |
સોયાબીન | 1175 | 1301 |
કાળા તલ | 1810 | 2470 |
લસણ | 210 | 375 |
ધાણા | 1570 | 1825 |
મરચા સુકા | 800 | 3200 |
જીરૂ | 2950 | 3350 |
રાય | 1400 | 1550 |
મેથી | 1100 | 1296 |
ઈસબગુલ | 1710 | 2150 |
ગુવારનું બી | 1150 | 1172 |
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1565 | 2065 |
ઘઉં | 400 | 448 |
જીરું | 2320 | 3410 |
ચણા | 654 | 910 |
તલ | 1660 | 2062 |
મગફળી ઝીણી | 925 | 1322 |
તલ કાળા | 1400 | 2440 |
અડદ | 456 | 1300 |
સિંગદાણા | 845 | 1300 |