khissu

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, પણ વરસાદ નહિવત, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં 16થી લઇને 20 જુલાઇ સુધી વરસાદી રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી. જોકે, માત્ર 16 તારીખે જ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને 17મી તારીખે અચાનક જ વરસાદનું જોર ઘટ્યું હતું.

જોકે, ઘણી બધી સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદ કેમ પડી રહ્યો નથી? તે અંગે પરેશ ગોસ્વામીએ વાત કરી છે. સાથે જ તેમણે 20મી તારીખ સુધી સારા વરસાદની અપેક્ષા વ્યક્ત કરી છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

વરસાદની ગતિવિધિ અંગે તેમણે જણાવ્યું કે, અત્યારે રાજ્ય પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તમામ પરિબળોના આધારે જોવા જઇએ તો વરસાદ પડવો જોઇએ. આપણી પર ઘણી બધી સિસ્ટમ સક્રિય છે છતાં પણ વરસાદ કેમ નથી પડી રહ્યો? આ એક સંશોધનનો વિષય છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં રાજ્યમાં વરસાદી રાઉન્ડ વિશે વાત કરતાં જણાવ્યું કે, આગાહી પ્રમાણે 16મી તારીખે ભારે વરસાદ પડ્યો હતો. ગઇકાલે 17મી તારીખે અચાનક જ વરસાદનું જોર ઘટી ગયું હતું. 17મીએ આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો નહોતો. આગાહીના હજુ ત્રણ દિવસ બાકી છે