મે મહિને વાવાઝોડાનો ખતરો, તારીખ વાઈઝ આગાહી, જાણો અંબાલાલ પટેલે શું કીધું ?

મે મહિને વાવાઝોડાનો ખતરો, તારીખ વાઈઝ આગાહી, જાણો અંબાલાલ પટેલે શું કીધું ?

ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદને કારણે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદ રહ્યો. આ કારણે વાદળછાયુ વાતાવરણ રહીને વાતાવરણમાં ઠંડક રહી. ગરમીનો પારો નીચે ગયો હતો. પરંતું હવે ગુજરાતીઓનો એ હનીમૂન પીરિયડ પૂરો થયો. હવે કાળઝાળ ગરમીના દિવસો આવશે. આજથી ગુજરાતમાં સૂર્ય કોપાયમાન થઈને તેનુ અસલી રૂપ બતાવશે. હવે ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 15 થી 17 જુનની આજુબાજુ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે અને અંદામાન નિકોબારમાં 17 થી 24 મેં વચ્ચે ચોમાસુ બેસી શકે છે ને ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચી શકે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર છે કારણ કે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનું માર સહન કરવો પડશે અને કમો સમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠું વરસી શકે છે

અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે અને ખેડૂતોના પાકમાં રોગનું પ્રમાણ પણ વધી શકે છે અને જેમાં કેરી શાકભાજી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની ભીતી છે.