નવા વર્ષની સારી શરૂઆત કરવા ૮ કામો ને ટાળો

નવા વર્ષની સારી શરૂઆત કરવા ૮ કામો ને ટાળો

વર્ષ ૨૦૨૦ સૌ માટે નબળું ગયું છે તો હવે નવું વર્ષ ૨૦૨૧ સારું જાય તેવી સૌ આશા રાખે છે. જો તમારે પણ ૨૦૨૧ ની સારી શરૂઆત કરવી હોય તો થોડાક દિવસ આ કામ થઈ દૂર રહેજો.


૧) નવા વર્ષના પહેલા દિવસે રડવાનું ટાળજો કેમકે જો વર્ષની શરૂઆત જ રડવાથી કરશો તો આખું વર્ષ તમારું ખરાબ જ જશે.


૨) નવા વર્ષમાં તમારા ઘરની તિજોરી ખાલી ન થવી જોઈએ અને તમારા પર્સમાં પણ પૈસા હોવા જરૂરી છે જેનાથી આખું વર્ષ પૈસાની ઉણપ ના સર્જાઈ.


૩) નવા વર્ષના પહેલા દિવસે કોઈ વસ્તુ તૂટે નહિ તેનું ધ્યાન રાખવું કારણકે વસ્તુનું તૂટવું અશુભ માનવામાં આવે છે.


૪) નવા વર્ષે કોઈ સામાન બહાર ન ફેંકવો એવું લાગે તો નવા વર્ષ ની પહેલા અથવા નવા વર્ષ ના થોડા દિવસ પછી કચરો બહાર ફેંકવો.


૫) નવા વર્ષમાં કાતર કે ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો કારણકે તેનાથી સંપન્નતા ઓછી થાય છે.


૬) વર્ષના પહેલા દિવસે કોઈને ઉધાર ના દો નહીતો આખું વર્ષ તમારી પાસે થી પૈસા બહાર જાતા જ રહેશે.


૭) નવા વર્ષે તમારા ઘરે કોઈને બોલાવશો નહીં કારણકે જેવો વ્યક્તિ હશે તેની અસર આખું વર્ષ તમારી જિંદગી પર અસર થશે.


૮) નવા વર્ષે કોઈ પાસે કર્જ ના રહે તે ધ્યાન રાખવું નહીતો આખું વર્ષ ચૂકવી નહીં શકો.