આજે 14 જૂન 2024 છે. આજે ગઈકાલ ના વરસાદ કરતા વધારે વિસ્તારોમાં વરસાદ થશે. એટલે કે વરસાદના વિસ્તારોમાં વધારો થશે.
હાલમાં અરબી સમુદ્રમાં દરિયાકાંઠે નબળું શેર ઝોન બન્યૂ છે. જેમને કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે.
આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદી ઝાપટા ની શરૂઆત થશે.
જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, રાજકોટના કેટલાક ભાગો માં અને અમદાવાદ, ખેડા, પાટણ અને મહીસાગર ના કેટલાક ભાગો માં મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા ની શરૂઆત થશે.
જોકે આજની તારીખે વાવણી લાયક વરસાદ પડવાની શક્યતાઓ નથી માત્ર છુટા છવાયા ઝાપટા પડવાની શક્યતા છે.
હા માં વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોએ ચોમાસુ પહોંચી ગયું છે તેમ છતાં હાલમાં ચોમાસું નિષ્ક્રિય અવસ્થામાં છે.
ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતા અને ભેજવાળા પવનો મળતા ચોમાસુ સક્રિય થશે અને વાવણી લાયક વરસાદ જોવા મળશે.
અમે khissu.com વેબસાઈટ ની મદદ થી દરરોજ ક્યાં કેટલો વરસાદ પડશે તેમની આગાહી તમને જણાવતા રહીશું અને આવી આગાહી જાણવા અમારા whatsapp ગ્રુપમાં પણ જોડાય જાવ.