khissu

નબળા પડેલ ચોમાસા વચ્ચે હવામાન વિભાગની શનિ, રવિ અને સોમની મોટી આગાહી, આજે?

GUJRAT WEATHER: હવામાન વિભાગ ની આગાહી. 

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. 

હવામાન ની શનિવાર ની આગાહી 

હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યુ છે કે, આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ દ્વારા રવિવાર ની આગાહી 

રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સોમવારના રોજ હવામાન વિભાગ ની આગાહી 

સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી,ભાવનગર, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાતમા દિવસે એટલે મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather: ગુરુવાર અને શુક્રવાર ની આગાહી 

જેથી આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે સૌરાષ્ટ્ના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવાામાં આવી છે.

આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.

આજે 20 તારીખ અને ગુરુવાર છે. અમારી આજની આગાહી જાણી લો પછી હવામાન વિભાગની આગાહી આ Artical માં નીચે જણાવેલ છે.

આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો હાલમાં અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ સક્રિય છે. જેમણે કારણે દરિયામાં દૂર સુધી વરસાદ ચાલુ છે. પરંતુ તે વરસાદ ગુજરાત ઉપર વધારે અસર પાડે તેવું લાગતું નથી.

આ સિસ્ટમ ની અસર ને કારણે આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. બાકી સામાન્ય ઝાપટા પડે તો પડે બાકી ખાસ આગાહી આજે નથી.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે થોડા ઝાપટા વધુ પડશે, બાકી અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે અસર થાય તેવું લાગતું નથી.

આમ આગાહી પ્રમાણે આજે વરસાદના વિસ્તારો ઓછા રહશે.

જોકે ચોમાસુ હવે ધીમે ધીમે આગળ વધશે એવું લાગી રહ્યું છે જેમણે કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના દેખાય રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ સામાન્ય વરસાદ યથાવત્ રહેશે.

નોંધ:- આ અમારું wether Data મુજબ અંગત અનુમાન છે. વધારે ખેતી ના કામો કરવા હવામાન વિભાગ ને અનુસરવું.