ફેબ્રુઆરી મહિનામાં કોટન બજારે તેજીની રૂખ પકડીને ખેડૂતોને રાજી કર્યાં, પછી તુરંત માર્ચમાં થાક ખાતી બજારે ઘટવા તરફની ગતિ પકડી છે. ફેબ્રુઆરી મહિનામા કપાસનો વહિવટ ન કરી શકનાર ખેડૂતો ઘટતી બજારે ચિંતામાં મુકાઇ ગયા છે.
આ સિઝન દરમિયાન ન્યુયોર્ક વાયદો ૧૦૩ સેન્ટની સપાટીએ પહોંચી ગયો હતો, તે આજે નીચે સરકીને ૮૭ સેન્ટની સપાટીએ પહોંચ્યો છે. આમ ફરી કપાસની બજારમાં વળતાં પાણી શરૂ થયા છે. હોળી પછી કોટન બજારની આવકો ૬૦ હજાર થી ૭૦ હજાર ગાંસડી થતી હતી, તે માર્ચ એન્ડિંગનું વેકશન ખુલતાં એપ્રિલ પ્રારંભે એક તો કપાસની આવકો વધીને ૭૫ હજાર થી ૮૦ હજાર ગાંસડીની થઇ ગઇ છે. છેલ્લા ત્રણ દિવસમાં પ્રતિમણ કપાસમાં રૂ.૩૦ થી રૂ.૪૦નો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: નવા અને જુના ગ્રાહકો માટે બેંક ઓફ બરોડાએ ઉચા વ્યાજ સાથે ગ્રીન ટર્મ ડિપોઝિટ યોજના શરૂ કરી
ફોરેન રૂની બજાર ઘટી જવાથી મલ્ટીનેશનલ કંપનીઓ નીચા ભાવે રૂ વેચી રહી છે. આપણા જીનર્સોએ ઉંચા ભાવે લીધેલ કપાસની ગાંસડી નીચા ભાવે વેચવી પોષાય એમ નથી. ટુકમાં જીનર્સોને ડિસ્પેરેટી શરૂ થઇ છે. તેથી જીનર્સોની કપાસ લેવાલી ઠંડી પડી ગઇ છે. આમ ગાંસડીનાં નિકાસ કામો પણ ઠપ્પ થઇ ગયા છે.
અત્યાર સુધી દેશમાં ૨૯૫ લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં ઠલવાઇ ચૂક્યો છે, તેથી મુકાયેલ ધારણા કરતાં વધુ કપાસ ઉત્પાદન થયાની બજારમાં હવા શરૂ થઇ છે. એવું મનાઇ રહ્યું છે કે હજુ ગત વર્ષનો જુનો કપાસ ૫ ટકા જેવો અને ચાલુ સિઝનનો ૨૦ ટકા કપાસ ખેડૂતોનાં ઘરમાં પડ્યો છે. કોટન સંસ્થાઓ આ સિનારિયો જોઇ આગામી દિવસોમાં કપાસ ઉત્પાદનનાં નવા અંદાજો મુકે તો નવાઇ નહીં.આગામી ખરીફ સિઝન વાવેતરમાં કપાસ જોર પકડશે કે પછી મગફળી વેગમાં રહશે ? ખેડૂતો પાસેથી આ સવાલનો કોઇ સચોટ જવાબ મળતો નથી. ખેડૂત ખૂદ અવઢવમાં છે કે આગામી ચોમાસે ક્યાં પાકમાં વધુ ચાંચ ડૂબાડવી ? ગુજરાતની ખરીફ સિઝનમાં કપાસ અને મગફળી બંને હરીફ પાકો છે. બંને મુખ્ય પાકોમાંથી એકોઇ જણસીની બજારમાં દમ ન હોવાનું ખેડૂતો કહે છે. આપણે ત્યાં જે જૂજ ખેડૂતનાં ઘરમાં કપાસ સચવાઇને પડ્યો છે, તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઇ રહ્યાં છે, પરંતુ બજાર સુધરે એવા હાલમાં કોઇ ઠોસ કારણો દેખાતા નથી. હાલ તો વિદેશી બજારોનાં કડાકાએ કોટનમાં દાખલ થયેલ તેજીની બજારને ધૂંધળી કરી નાખી છે.
કપાસ બજારમાં ફરી ઘસારો શરૂ થયો છે. કોટન માર્કેટની આધારભૂત વિગતો મુજબ ગત વર્ષે આ સમયે ૨૧૫ લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં ઠલવાઇ ચૂક્યો હતો, તેની સામે ચાલું વર્ષે જરા જોર લગાકે ખેડૂતોની વેચવાલી રહેતા અત્યાર સુધીમાં ૨૯૫ લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં ઠલવાઇ ચૂક્યો છે. એ રીતે ગત વર્ષે ૯ લાખ ગાંસડી નિકાસ સામે ચાલું વર્ષે ૨૧ લાખ ગાંસડી રૂની નિકાસ ગત સપ્તાહે હતી, ત્યાં સ્ટેબનલ થઇ ગઇ છે. નિકાસમાં પેરીટી ન હોવાથી નિકાસ વેગ પકડતી નથી. ગત વર્ષે આ સમયે આયાત ૮.૫૦ લાખ ગાંસડી હતી, તે આ વર્ષે ૩.૫૦ લાખ ગાંસડીએ થંભી ગઇ છે
તા. 05-04-2024, શુક્રવારના બજાર કપાસ ના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1400 | 1600 |
અમરેલી | 1025 | 1558 |
સાવરકુંડલા | 1321 | 1521 |
જસદણ | 1350 | 1550 |
બોટાદ | 1385 | 1630 |
મહુવા | 1066 | 1487 |
ગોંડલ | 1001 | 1551 |
કાલાવડ | 1300 | 1569 |
જામજોધપુર | 1325 | 1576 |
ભાવનગર | 1307 | 1540 |
જામનગર | 1000 | 1580 |
બાબરા | 1330 | 1600 |
જેતપુર | 600 | 1526 |
વાંકાનેર | 1300 | 1562 |
મોરબી | 1350 | 1590 |
રાજુલા | 1000 | 1514 |
હળવદ | 1251 | 1539 |
તળાજા | 900 | 1536 |
બગસરા | 1100 | 1500 |
ઉપલેટા | 1350 | 1540 |
માણાવદર | 1260 | 1670 |
વિછીયા | 1300 | 1575 |
ભેંસાણ | 1200 | 1577 |
ધારી | 1050 | 1440 |
લાલપુર | 1370 | 1525 |
ખંભાળિયા | 1400 | 1540 |
ધ્રોલ | 1298 | 1558 |
પાલીતાણા | 1180 | 1510 |
હારીજ | 1380 | 1511 |
વિસનગર | 1200 | 1630 |
વિજાપુર | 1250 | 1621 |
કુકરવાડા | 1370 | 1477 |
ગોજારીયા | 1511 | 1512 |
માણસા | 1000 | 1600 |
કડી | 1326 | 1560 |
પાટણ | 1350 | 1615 |
સિધ્ધપુર | 1421 | 1585 |
વડાલી | 1400 | 1614 |
ગઢડા | 1400 | 1574 |
અંજાર | 1350 | 1512 |
ધંધુકા | 1155 | 1533 |
વીરમગામ | 1102 | 1527 |
ચાણસ્મા | 1218 | 1421 |
ઉનાવા | 1200 | 1619 |
સતલાસણા | 1376 | 1529 |