ખેડૂત મિત્રો, હાલમાં બંગાળની ખાડી માંથી આવેલ સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાં ફરે રાખે છે. જે ગુજરાત કચ્છમાં અંદર ખાસ આવતી નથી અને તેથી ગુજરાતમાં વરસાદ એકાદ દિવસ સુધી થોડો ઘટી શકે છે.
આજે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શકયતા રહેશે અને ક્યાંક-ક્યાંક સારો વરસાદ આવી શકે છે. સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત માં પણ છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે છે.
ઉત્તર ગુજરાત / ઉત્તર સૌરાષ્ટ્રમાં હજુ રેડાં / ઝાપટાં જ ચાલુ રહેશે, સારા વરસાદ માટે સિસ્ટમ નજીક આવવી જરૂરી છે જે ધીમે ધીમે આગળ વધશે પછી શક્યતાઓ બનશે.
સિસ્ટમ શરૂઆતથી જ બહુ વિચિત્ર રીતે આગળ વધી રહી હોવાથી ફેરફાર પણ થઈ શકે છે જેમની માહિતી આગલ આગાહી માં જણાવવામાં આવશે.