26 તારીખની બપોરની 1:00 વાગ્યાની અપડેટ પ્રમાણે ગુજરાતના અડધા કરતા વધારે વિસ્તારોમાં ચોમાસું જાહેર થઈ ચૂક્યૂ છે. આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ, જુનાગઢ, અડધો બોટાદ વિસ્તાર, અમદાવાદ ગાંધીનગર, અને મહિસાગરથી નીચેના વિસ્તારોમાં ચોમાસુ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે ગઈ કાલે સત્તાવાર ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વડોદરા, ડાંગ, વલસાડ, ભરૂચ, નવસારી, તાપી, નર્મદા, છોટાઉદેપુર, અને સૌરાષ્ટ્રમાં વેરાવળ સુધી પહોંચી ગયુ હતું.
અશોક પટેલની આગોતરી આગાહી?
1) અશોક પટેલે આગોતરું એંધાણ જણાવતા આગાહીમાં કહ્યું હતું કે 28 જૂનથી 4 જુલાઈમાં સારો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે.
2) 28 જૂનથી 4 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો પ્રવેશ થઈ જશે અને સારો વરસાદ રાઉન્ડ આવવાની સંભાવના છે.
3) આજથી 28 તારીખ સુધી પ્રિ-મોનસુન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતમાં જોવા મળશે. 26 તારીખથી ભારે વરસાદ રાઉંડ શરૂ થશે.