khissu

આજે રાત્રે અને આવતી કાલે વરસાદ આગાહી; નવો રાઉન્ડ નો પ્રારંભ...

છેલ્લા બે દિવસથી ચોમાસુ થોડું ડી-એક્ટિવ મોડમાં ગયું હતું, તો આજથી ફરી ધીમે ધીમે ચોમાસુ એક્ટિવ મોડમાં આવ્યું છે. આવતી કાલથી વરસાદ વિસ્તારોમાં વધારો થશે. જેમ અગાઉ જણાવ્યું હતું એમ કે 24 તારીખથી સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થશે. જોકે તે પહેલા પવન સાથે વાતાવરણ બદલી જશે. 

આજે રાત્રે એટલે કે 22 તારીખે અને આવતીકાલે 23 તારીખે ગુજરાતનાં ક્યાં-ક્યાં જીલ્લામાં પડશે વરસાદ?
દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક-ક્યાંક છૂટાછવાયો વરસાદ પડી શકે.

આવતી કાલથી પવનની દિશામાં ફેરફાર થશે જેમને કારણે 23-24 તારીખ થી વરસાદ વરસાદ એક્ટિવિટીમાં વધારો થશે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડી વધારે રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે આવતીકાલે લોટરી વરસાદનો રાઉન્ડ રહશે.

આજથી રાજ્યમાં આદ્રા નક્ષત્રની શરૂઆત થઇ ચૂકી છે, આદ્રા નક્ષત્રમાં વાહન ઘેટું છે જે વરસાદ માટે સારું ગણવામાં આવે છે, જેમને કારણે આ નક્ષત્રમાં સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.