khissu

આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ, જાણો આ નવ દિવસ શું ન કરવું જોઈએ, જાણો આજનો શુભ અને અશુભ સમય

આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રીનો તહેવાર વ્રત કરવા વાળા માટે ખૂબ જ મહત્વનો છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની વિવિધ સ્વરૂપોમાં પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસો માટે ખાસ નિયમોનું પાલન કરવાનું રહેશે.  કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ પણ છે. તો શું છે એવા કર્યો જે નવરાત્રીનાં નવ દિવસ સુધી ન કરવા જોઈએ ? આવો જાણીએ...

નવરાત્રીના ઉપવાસ દરમિયાન વાળ, દાઢી, મૂછ કાપવી અશુભ માનવામાં આવે છે. જોકે બાળકનું મુંડન  કરાવવું શુભ માનવામાં આવે છે.

 

નવરાત્રિ દરમિયાન સાત્વિક ખોરાક લેવો જોઈએ.  આ નવ દિવસ સુધી ડુંગળી, લસણ અને માંસ અને માછલીનું સેવન ન કરવું જોઈએ.

નવરાત્રિ દરમિયાન નખ કાપવું પણ વર્જિત માનવામાં આવે છે.  તેથી, પૂજા શરૂ થાય તે પહેલાં નખ કાપી નાખો.

નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ છે. આ નવ દિવસોમાં વિવિધ રંગો પહેરવા જોઈએ. આ સમય દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

વિષ્ણુ પુરાણ અનુસાર નવરાત્રિમાં દિવસ દરમિયાન સૂવું ન જોઈએ.

આજના શુભ મુહૂર્ત:
બ્રહ્મ મુહૂર્ત - 4:39 AM થી 5:28 AM
અભિજીત મુહૂર્ત - 11:45 AM થી 12: 32 PM
સંધિકાળ મુહૂર્ત - સાંજે 5:58 થી સાંજે 6:12 વાગ્યા સુધી
અમૃત કાલ - 3:23 PM થી 4:50 AM
સવારે- 5:04 AM થી 6:17 AM
વિજય મુહૂર્ત - 2:06 PM થી 2:53 PM
નિશિતા મુહૂર્ત - 11:44 PM થી 12:34 AM

આજનો અશુભ સમય: 
રાહુકાલ - 1:37 PM થી 3:04 PM
અદાલ યોગ - 6:17 AM થી 9:13 PM
ગુલિક કલ - 9:13 AM થી 10:41 AM
નિષેધ - 6:37 AM થી 8:05 PM
યમગંદ - સવારે 6:17 થી 7:45 સુધી
વિડાલ યોગ- 8 ઓક્ટોબર 9:13 PM થી 6:18 AM
દુરમુહૂર્ત - 10:12 AM થી 10:58 AM થી 2:53 PM થી 3:40 PM