khissu

હજી વાવાઝોડું બાકી છે, 72 કલાક ભારે, નવરાત્રી માં આગાહી, ઠંડીની આગાહી-Ambalal Patel 2024

1) હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

2) આગામી 72 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

3) રાજ્યના કેટલાક ભાગોમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

4) નવરાત્રિ માં પણ વરસાદ આવી વિઘ્ન બનશે.

5) 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર હોવાથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 

6) 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબરની વચ્ચે વરસાદનો પ્રારંભ થશે. 3, 4, 5 ઓક્ટોબર વચ્ચે નવરાત્રીમાં વરસાદ આવી શકે છે.

7) 3 ઓક્ટોબરથી રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. 

8) 3થી 5 વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટાં ગાજવીજ અને પવન સાથે વરસી શકે છે. 

9) 9થી 12 ઓક્ટોબર વચ્ચે વરસાદની માત્રા વધી શકે છે.

10) દરિયાકિનારે ભારે પવન ફૂંકવાની વકી રહેશે.

11) નવરાત્રિ બાદ 17 અને 18 ઓક્ટોબરે એટલે કે શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે.

12) શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો હશે તો વાવાઝોડું પણ આવી શકે છે.

13) 10થી 14 ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા રહેશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની હલચલ રહેશે અને ચક્રવાત બનાવની શક્યતા રહેશે.

14) 27 અને 28 ઓક્ટોબરે ચક્રવાત ભારે પણ બની શકે છે. ભારે ચક્રવાતના કારણે તેની અસરના લીધે છેક ગુજરાત સુધીનો વાતાવરણ પ્રભાવિત થઈ શકે છે. અરબી સમુદ્રનું વાવાઝોડું ઓમાન તરફ આગળ વધશે. આ સિસ્ટમનો ટ્રેક જે તે વખતે ખબર પડશે. 

15) 6થી 7 નવેમ્બરની આસપાસ સહેજ ઠંડીની અસર પણ રાજ્યમાં જોવા મળશે.

16) 18થી 20 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત બનશે અને 26થી 28 નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. 

17) રાજ્યમાં આ વખતે ઠંડી વહેલી આવી શકે છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમ વર્ષા થશે.