ભારે મેઘમહેર: જાણો આજે ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદ આગાહી, ફરી આનંદો રાઉન્ડ

ભારે મેઘમહેર: જાણો આજે ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદ આગાહી, ફરી આનંદો રાઉન્ડ

નમસ્કાર મિત્રો, આગળ જણાવ્યું હતું તેમ શરૂ થઈ રહ્યો છે સારા વરસાદનો રાઉન્ડ. આગાહી મુજબ આજ થી રાજ્યમાં વાતાવરણ સુધરી ગયું છે. કાલે દિવસે અને રાત્રે ઘણી જગ્યા એ વરસાદ ફરી ચાલુ થઈ ગયો છે.

આજે ક્યાં ક્યાં જીલ્લામાં આગાહી? શરૂઆત હંમેશની જેમ દક્ષિણ ગુજરાત, લાગુ મધ્ય ગુજરાત અને લાગુ પૂર્વ સૌરાષ્ટ્રથી થઈ શકે.અમુક વિસ્તારોમાં સારો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા રહેશે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે વરસાદની શક્યતા છે. ત્યાર બાદ આજે બપોર પછી મધ્ય, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં સારો તો અમુક વિસ્તારોમાં ભારે આગાહી છે.

24 તારીખે એટલે કે કાલના દિવસે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહે અને કોઈ કોઈ જગ્યાએ સારો વરસાદ પડી શકે છે. જોકે ત્યાર બાદ વરસાદ વિસ્તારોમાં સારો નોંધાશે. કુદરતી પરિબળને કારણે આગાહીમાં ફેરફાર થઈ શકે છે.