કમોસમી વરસાદ પડવાના લીધે ડુંગળીનાં પાકમાં બગાડ વધ્યો હોવાથી ડુંગળીની બજારમાં તેજી આવી છે. આજે ડુંગળીનાં ભાવ ઊંચામાં રૂ. 500 ને પાર કરી ગયાં હતાં. ડુંગળીના વેપારીઓ કહે છે કે, કમોસમી વરસાદના લીધે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં નુકસાન વધારે થયું છે, જેને પગલે નવી સિઝન પણ લેઈટ થશે અને ઉતારા પણ ઘટી શકે છે. ક્વોલિટી માલોની અછત ઊભી થાય તેવી ધારણાં છે, જેને પગલે ડુંગળીની બજારો ભાંગી છે.
ગઈ કાલે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના લગભગ 60 હજાર થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 504 સુધીના બોલાયા હતાં. જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો 9300 થેલાના વેપારો સામે ભાવ રૂ. 125થી 422 સુધીનાં બોલાયા હતાં. ડુંગળીના ભાવમાં સરેરાશ રૂ. 25નો વધારો હતો.
ગઈ કાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 33 હજાર થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 485 સુધીના બોલાયા હતાં. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના લગભગ 29120 થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 471 સુધીના બોલાયા હતાં.
કાલના તા. 10/01/2022 સોમવારના લાલ ડુંગળીના ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 110 | 485 |
મહુવા | 150 | 504 |
ગોંડલ | 101 | 471 |
ભાવનગર | 125 | 562 |
જેતપુર | 81 | 446 |
વિસાવદર | 86 | 396 |
ધોરાજી | 100 | 511 |
અમરેલી | 120 | 410 |
મોરબી | 100 | 420 |
અમદાવાદ | 200 | 500 |
દાહોદ | 260 | 540 |
સુરત | 280 | 650 |
વડોદરા | 200 | 600 |
કાલના તા. 10/01/2022 સોમવારના સફેદ ડુંગળીના ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 125 | 422 |
ભાવનગર | 221 | 351 |
ગોંડલ | 86 | 381 |