ઘઉં બજારમાં હવે હાલ પૂરી તેજી પૂરી થઈ ગઈ છે. વૈશ્વિક બજારો તુટતા અને ઘરઆંગણે પણ આવકો વધી ગઈ હોવાથી ઘઉંનાં ભાવમાં એક જ દિવસમાં ક્વિન્ટલે રૂ.૭૫થી ૧૦૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી દબાય શકે છે. વેપારીઓ કહે છેકે હોળી બાદ ગુજરાતમાં નવા ઘઉંની આવકોમાં વધારો થવાની ધારણાં છે અને ભાવ મણે રૂ.૨૦થી ૨૫ ઘટી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે.મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આજે ત્રણેક લાખ ગુણીની આવક હતી, જેમાં દેવાશમાં ૫૦ હજાર ગુણી, રતલામમાં ૬૦ હજાર ગુણી અને ઈન્દોરમાં ૨૦ હજાર ગુણીની આવક હતી.
આ પણ વાંચો: ડુંગળીના ભાવ ઉંચી સપાટીએથી ૧૦૦ રૂપિયા મણે ઘટ્યા, જાણો આજના બજાર ભાવ
રાજસ્થાનમાં કોટામાં ૧૨થી ૧૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ.૨૧૫૦થી ૨૧૭૫અને ટૂકડા એવરેજમાં રૂ.૨૨૦૦થી ૨૨૩૦ અને ઉપરમાં રૂ.૨૩૦૦નાં ભાવ હતાં.
રશિયા- યુક્રેન યુદ્ધના પડઘાથી તેમજ હોળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ભારતીય બજારોમાં મોંઘવારી એકદમ ચરમસીમાએ છે પેટ્રોલ- ડિઝલની સાથે સાથે સોના-ચાંદી અને મસાલા, તેલીબીયા, દાળો સહિતની મોટાભાગની કોમોડિટી તેજી તરફ જઈ રહી છે. ખાસ કરીને ખાદ્ય તેલો તથા મસાલા ચીજોમાં માહોલ ભારે ગરમી પકડી રહ્યો છે. છેલ્લા પખવાડિયામાં ખાદ્યતેલોમાં પ્રતિ લીટરે ૧૦થી ૧૨ રૂપિયા અને મસાલામાં ૨૦થી ૨૫ રૂપિયા પ્રતિ કિલોએ ભાવ વધારો થયો છે.
આ પણ વાંચો: કપાસનો સ્ટોક તળિયા ઝાટક, ભાવ 2100 ને પાર, જાણો આજના કપાસના બજાર ભાવ
ખાસ કરીને મધ્ય પૂર્વી અને ઉત્તરી આફ્રિકાના દેશોમાં ઘઉંનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉપરોક્ત દેશોમાં ઘઉં સપ્લાય કરતું યુક્રેન રશિયાનો વેપારી કારોબાર બંધ જેવી સ્થિતિમાં હોવાથી આ સંજોગોમાં ભારતીય ઘઉંના નિકાસકારોને ઉપરોક્ત દેશોમાં ઘઉંની નિકાસ માટે ગોલ્ડન તકો ઉભી થઈ હોવાનું વડાપ્રધાન મોદીએ પણ ઇશારો કરીને નિકાસકારોને ખાસ અપીલ કરી છે.
આ પણ વાંચો: PAN કાર્ડ વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ માહિતી! 10 હજારના દંડથી બચવું હોય તો કરો આ કામ
જો કે, વર્ષ ૨૦૨૧- ૨૨ જાન્યુઆરી સુધીમાં ઘઉંની નિકાસમાં ૨૬ ટકાનો વધારો નોંધાયો છે. વિદેશી બજારમાં ભારતીય ઘઉં તથા ચોખાની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો થયો છે. છઁઈઘછના અહેવાલો પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીએ છેલ્લા દશેક મહિનામાં ભારતીય ઘઉંની વિશ્વ બજારમાં ૩૮૦ ટકા ઉપરાંતની માંગમાં વધારો થયો છે. એપ્રિલથી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ઘઉંની નિકાસમાં ૧૭૪૨ મિલિયન અમેરિકી ડોલરનો વધારો થયો છે.
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં લોકવનના ભાવો: ઘઉં લોકવન બજાર ભાવ (14/03/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
રાજકોટ | 470-490 |
અમરેલી | 425-499 |
ગોંડલ | 420-492 |
જામનગર | 380-492 |
બાબરા | 360-500 |
ધારી | 471-472 |
પાટણ | 460-493 |
કડી | 460-540 |
સાવરકુંડલા | 400-530 |
બોટાદ | 434-587 |
મહુવા | 345-607 |
જુનાગઢ | 450-473 |
મોરબી | 446-550 |
ભાવનગર | 451-571 |
ભેસાણ | 530-460 |
ઇડર | 465-531 |
પાલીતાણા | 410-520 |
મોડાસા | 450-530 |
મહેસાણા | 446-505 |
હિમતનગર | 450-598 |
વિજાપુર | 430-471 |
ધનસુરા | 440-495 |
સિદ્ધપુર | 464-517 |
સમી | 400-450 |
તલોદ | 450-544 |
સાણંદ | 454-576 |
તારાપુર | 440-555 |
દાહોદ | 470-522 |
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં ટુકડાના ભાવો: ઘઉં ટુકડા બજાર ભાવ (14/03/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
રાજકોટ | 475-525 |
અમરેલી | 431-605 |
જેતપુર | 475-501 |
મહુવા | 345-607 |
ગોંડલ | 434-460 |
કોડીનાર | 430-518 |
પોરબંદર | 400-470 |
જુનાગઢ | 460-490 |
સાવરકુંડલા | 435-557 |
તળાજા | 370-552 |
ખંભાત | 400-550 |
જસદણ | 400-510 |
વાંકાનેર | 442-494 |
વિસાવદર | 484-512 |
બાવળા | 578-510 |
દાહોદ | 470-522 |
આ પણ વાંચો: EPFO આપી રહ્યું છે 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ, જાણો હવે તમને કેટલા રૂપિયા મળશે
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો, અને FACEBOOK પેજને FOLLOW કરો.