General Knowledge: વરસાદનો મહિનો પૂરજોશમાં ચાલી રહ્યો છે અને બહાર નીકળવું દરેકની મજબૂરી છે. નોકરી અને કામ ધંધો તો ગમે તેવી પરિસ્થિતિમાં માણસને કરવા જ પડે. આવી સ્થિતિમાં, તમારા પૈસાને સુરક્ષિત રાખવા એક પડકાર બની જાય છે. તમારા બધા પ્રયત્નો છતાં, જો તમારી નોટ ભીની થઈ જાય અથવા પીગળી જાય કે ફાટી જાય તો તેને નકામી ન સમજતા. તમારી નોટના બે ટુકડા થઈ જાય તો પણ તે કિંમતી જ રહે છે. એટલું જ નહીં, જો તમારી નોટનો કોઈ ભાગ ફાટી જાય અને ખોવાઈ જાય તો પણ તમારા પૈસા નકામા નથી થતાં.
ગ્રાહકોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંકે 2 જુલાઈ, 2018 ના રોજ ફાટેલી નોટોના વિનિમય અંગે એક માસ્ટર પરિપત્ર બહાર પાડ્યો હતો. તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ગ્રાહકો કોઈપણ બેંકની શાખામાં જઈને તેમની ફાટેલી નોટો એક્સચેન્જ કરાવી શકે છે. દરેક નોટની કિંમત તેની સ્થિતિ અને કિંમત અનુસાર નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેંકે આ માટે ફોર્મ્યુલા પણ નક્કી કરી છે.
જો 10 રૂપિયાથી વધુ અને 50 રૂપિયાથી ઓછી કિંમતની નોટો છે, જો તેમાંથી 50 ટકા ખરાબ હોય તો પણ તમને સંપૂર્ણ કિંમત આપવામાં આવશે. જો નોટના બે ભાગ થઈ ગયા હશે અને એકસાથે લેવામાં આવેલી 40 ટકા નોટ ખરાબ હોય તો પણ તમને 50 ટકા મળશે. વ્યક્તિ એક સમયે 5000 રૂપિયાની કિંમતની અથવા તો 20 નોટ બદલી શકે છે. આ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. જો મૂલ્ય આનાથી વધુ હશે, તો ગ્રાહકને એક રસીદ આપવામાં આવશે અને પૈસા તેના ખાતામાં પછીથી ટ્રાન્સફર કરવામાં આવશે.
RBIના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે 2,000 રૂપિયાની નોટ 109.56 ચોરસ સે.મી.ની હોય છે. જો તમે માત્ર 44 ચોરસ સેમીની નોટ બદલવા જાઓ છો, તો તમને માત્ર 1000 રૂપિયા એટલે કે રકમના 50 ટકા રિફંડ મળશે. તેવી જ રીતે, જો તમે 88 ચોરસ સે.મી.ની 200 રૂપિયાની નોટ બદલવા જાઓ અને તે ફાટી ગયેલી હશે તો તમને સંપૂર્ણ રકમ પાછી મળશે. જો તમે આ નોટનો માત્ર 39 ચોરસ સેમીનો ભાગ એક્સચેન્જ કરવા જાઓ છો, તો બેંક તમને 100 રૂપિયા એટલે કે 50 ટકા ભાગ રિફંડ કરશે.
આરબીઆઈના માસ્ટર સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ નોટ બળી ગઈ હોય અથવા તેનો મહત્વનો ભાગ ફાટીને ગાયબ થઈ ગયો હોય અથવા તેના અડધાથી વધુ ભાગ ઘણા ટુકડાઓમાં વહેંચાઈને નષ્ટ થઈ ગયો હોય તો કોઈ પણ બેંક આવી નોટ એક્સચેન્જ નહીં કરે આપે. નોટો બદલવા માટે તમારે ખાતું ખોલવાની જરૂર નહીં પડે. જો ઊંચી કિંમતની ફાટેલી નોટો હોય તો પૈસા સીધા ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર થાય છે.