શું વરસાદની વિદાઈ? આગામી સમયમાં જોરદાર વરસાદની આગાહી, જાણો તારીખ પ્રમાણેઆગાહી

શું વરસાદની વિદાઈ? આગામી સમયમાં જોરદાર વરસાદની આગાહી, જાણો તારીખ પ્રમાણેઆગાહી

રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. જેના કારણે આગામી સાતમી સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી જોઈએ

આજે બીજી તારીખે દક્ષિણ ગુજરાતનાં નવસારી અને વલસાડમાં જ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ત્રીજી તારીખે નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ આગાહી આપવામાં આવી નથી.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ત્રીજી તારીખે નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ આગાહી આપવામાં આવી નથી

ગુરૂવારે અને ચોથી તારીખે વરસાદની તીવ્રતા વધતી હોય તેમ લાગી રહ્યું છે. ચાર જિલ્લામાં એટલે કે, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પાંચમી તારીખે બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છઠ્ઠી તારીખને શનિવારે બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, તારીખ 3થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પણ વરસી શકે છે. આ દિવસોમાં વરસાદી પરિસ્થિતિ વધુ વિકરાળ બનશે અને 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે.