khissu

છકડો ચલાવતા પિતાની બે દીકરીઓ હવે બંદૂક ચલાવશે, દિવસે મજૂરી કરી રાત્રે તનતોડ મહેનતથી થઈ આર્મીમાં સિલેક્ટ

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. આ કહેવત આપણે લાખો વખત સાંભળી હશે. પરંતુ આજે એવી બે દીકરીઓ સાથે તમને રૂબરૂ કરાવવા છે કે જેમણે આ વાક્યને સાબિત કરી બતાવ્યું અને હવે ભારતની જાબાંઝ દીકરીઓ તરીકે તેમની ઓળખ ઉભી કરશે. વાત કંઈક એવી છે કે બોટાદમાં છકડો રિક્ષા ચલાવતા પિતાની બે પુત્રીઓએ તેમનું નામ રોશન કર્યું છે. કારણ કે તનતોડ મહેનત કરીને બંને પુત્રીઓ આર્મીમાં સિલેક્ટ થઈ છે અને હવે આખા ગામમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો બોટાદમાં પરબતભાઈ અથાન મહેનત કરી છકડો ચલાવીને પોતાનું ગુજરાત ચલાવે છે. હવે તેમની બંને દિકરીઓએ તેમનું નામ રોશન કર્યું છે. પરિવારની બંને દિકરીઓને દેશની સેવા કરવાની તક મળી છે. ઉલ્લેખનીય છે કે પરબતભાઈની બંને દિકરીઓ નાની હતી ત્યારથી તેઓ રમતગમતમાં હોશિયાર હતી બંને બહેનોને નાનપણથી ઈચ્છા હતી કે તેઓ દેશ માટે સેવા કરે જેથી તેણે એ દિશામાં કામ કરવાની પણ શરૂઆત કરી દીધી હતી.

જો કે બધાના જીવનમાં કંઈક દુખ આવે એ રીતે માતાની છત્રછાયા ગુમાવી હોવા છતા બંને પુત્રીઓ હિંમત ન હારી અને પિતાએ પુત્રીઓને પ્રોત્સાહિત કરીને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપી. રીક્ષા ચલાવીને પિતા બંન્ને પુત્રીઓનું ભરણપોષણ કરતા હતા. 

પુત્રીઓને ઈચ્છા હતી આર્મીમાં જોડાવાની જેથી તેઓ દિવસ રાત પરિશ્રમ કરીને પુત્રીઓને પ્રેણા આપતા રહ્યા અને આખરે પિતાની મહેનત રંગ લાવી અને તેઓ આર્મીમાં સિલેક્ટ થઈ ગઈ છે. જેથી પરિવારમાં અને આખા ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.