khissu

રાજ્યમા બે દિવસ ભારે વરસાદની આગાહી, આ શહેરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો

 અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ, નવસારી, સુરત, વલસાડ તેમજ સૌરાષ્ટ્રનાં મોટાભાગના જીલ્લામાં ભારે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ગયાં વર્ષ કરતા આ વર્ષે 96 થી 104 ટકા વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ રાજકોટ, જામનગર સહીત સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ વરસાદ રાજકોટના કાલાવડ શહેરમાં જોવા મળ્યો હતો. કાલાવડ શહેરમાં બે કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં પાણી પાણી થઇ ગયા હતા.