khissu

વરસાદની બે સિસ્ટમ ગુજરાત તરફ, જાણો શું કરી અંબાલાલ પટેલે આગાહી ?

રાજ્યમાં ઓગસ્ટ મહિના દરમિયાન મેઘરાજાએ સંતાકૂકડી રમ્યા બાદ હવે ગુજરાતને ફરી એકવાર તરબોળ કરે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરના મધ્યમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે તેવી આગાહી કરીને કૂવા અને બોર છલકાવાની વાત કરી હતી. હવે અંબાલાલ પટેલે જબરજસ્ત વહન બનવાની અને ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જોકે, આ સંભાવનાઓ સાચી ઠરે તેવી પ્રાર્થનાઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. કારણે ઓગસ્ટ મહિનો લગભગ કોરો ધાકોર રહ્યા બાદ હવે કૂવા અને બોરના પાણીના સ્તર નીચા જઈ રહ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અને વરસાદ અંગેની સંભાવના વ્યક્ત કરીને જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર પર ભારે અને ગજબની સિસ્ટમ બની રહી છે, જેના તારીખ 4થી 10 સપ્ટેમ્બરમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે. અંબાલાલ દ્વારા જે સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે તે ગુજરાતને ધમરોશે કે કેમ તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલે આ સિસ્ટમ સક્રિય થવાથી 4થી 6-7 સપ્ટેમ્બર દરમિયાન ઓરિસા, ઝારખંડ સહિત દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હોવાનું અનુમાન કર્યું છે. આ ભારે ભરખમ સિસ્ટમના કારણે કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતાઓ હોવાની પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી રહી છે.

સિસ્ટમના કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની સંભાવના અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. સપ્ટેમ્બરની શરુઆત તથા 7-10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમનું નિર્માણ થવાની આગાહી કરીને વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે પરેશ ગોસ્વામીએ પણ તારીખો સાથે સારા વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓ જણાવે છે કે, 16 લઈને 22-23 સપ્ટેમ્બરનું વરસાદનું જે સેશન હશે તેમાં એટલો વરસાદ પડશે કે પાણીની જે ઘટ આવી છે તે પૂર્ણ થઈ શકે છે. કૂવા અને બોરના જે તળ નીચા ગયા છે તેને ફરી છલકાવી દેશે