બંગાળની ખાડીનું લો-પ્રેશર હાલમાં મધ્ય ભારત સુધી પહોંચ્યું છે. જેમણે અરબસાગર સુધી એક બહોળું સર્ક્યુલેશન જમીન સપાટીથી 3.1 kmની ઊંચાઈએ નિર્માણ કર્યું છે. જેને કારણે આજથી વરસાદનું પ્રમાણ વધ્યું છે. છેલ્લે આગાહીમાં જણાવ્યું હતું એ મુજબ 3-4 તારીખે વરસાદ જોર ઓછું રહેશે ત્યાર બાદ જોર વધશે કેમ કે બંગાળની ખાડીમાં 5 તારીખ નજીક એક સીસ્ટમ બનાવની હતી એટલે.
સિસ્ટમની ભારે અસર ક્યા? બંગાળની ખાડીમાં બનેલ લો-પ્રેશર સિસ્ટમ હાલમાં મધ્યપ્રદેશ તરફ ગતિ કરી રહ્યું છે અને એક-બે દિવસમાં ગુજરાત ઉપર પણ આવી જશે જેમને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જોકે છેલ્લા 12 કલાકથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને ઘણી જગ્યાએ ૪ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. હજી આવનાર દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે અને ઘણા બધા વિસ્તારોમાં 100 એમએમ કરતાં વધારે વરસાદના આંકડાઓ નોંધાશે.