khissu

ચોમાસું શરૂ થાય તે પેહલા આવી ખુશ ખબર, ભારે વરસાદના 5 નક્ષત્રો સાથે વાવણીની આગાહી

નક્ષત્રો ૨૦૨૪: વરસાદના આઠ નક્ષત્ર ઉપરથી ચોમાસુ કેવું રહેશે તેનો પ્રારંભિક અનુમાન લગાવવામાં આવતું હોય છે. વર્ષ 2024 એટલે કે સવંત.2080 ના રોજ ક્યારે નક્ષત્ર ચાલુ થશે અને કેટલો વરસાદ પડશે એમની માહિતી આજના આ આર્ટીકલ માં જાણીશું.

1) જેઠ સુદ ચૌદશ અને શુક્રવારના રોજ અદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે. આદરા નક્ષત્ર 21-06-2024 ના રોજ બેસે છે. એટલે 21 તારીખે રાત્રે 12 અને 18 મિનિટે શરૂ થશે.

આદ્રા નક્ષત્રનુ વાહન મોર છે. પાદરા નક્ષત્રમાં વરસાદ સારો થાય અને નદીનાળા છલકાઈ જાય છે.

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે. સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર એટલે આ નક્ષત્ર કહેવાય. 21 જૂન 2024 ના રોજ આ નક્ષત્ર ચાલુ થશે જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે.

2) આદરા નક્ષત્ર પછી જૂન મહિનામાં પૂનવર્ષૂ નક્ષત્ર બેસે છે. પાંચ જુલાઈ 2024 ના રોજ રાત્રે 11 અને 52 કલાકે અશ્વ ના વાહન સાથે આ નક્ષત્ર શરૂ થશે.

પૂનવર્ષૂ નક્ષત્રમાં વાદળો થાય અને મધ્યમ વરસાદ થાય છે.

3) ત્યાર પછી વરસાદનું પુષ્પ નક્ષત્ર શરૂ થાય જે અષાઢ સુદ તેરસને શુક્રવારે ચાલુ થશે એટલે કે 19/07/2024ના રોજ રાત્રે 11:22 મિનિટે શરૂ થશે. જેમનું વાહન મોર છે. જેમાં વરસાદ સારો પડે. નદીનાળા ભરાઈ જાય.

4) ત્યાર પછી આશ્લેષા નક્ષત્ર શરૂ થશે. જેમાં પણ વરસાદ સારો પડતો હોય અને નદીનાળા છલકાઈ જતા હોય છે. આ નક્ષત્રનું વાહન હાથી છે. જે 02/08/2024 ના રોજ શરૂ થશે.

5) મઘા નક્ષત્ર ના વરસાદનું પાણી પાક માટે અને સંગ્રહ કરવા માટે સારું ગણાતું હોય છે. મઘા નક્ષત્રમાં પણ સારો વરસાદ પડતો હોય છે. 16/08/2024 ના રોજ સાંજે 7 અને 55 કલાકે મઘા નક્ષત્ર શરૂ થશે. શ્રાવણ સુદ અગિયારસ અને શુક્રવારે મઘા નક્ષત્ર બેસે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આ વરસાદના પાંચ મોટા નક્ષત્ર છે કે જેમાં સારો વરસાદ પડતો હોય છે અને ખેડૂતોનું આખું વર્ષ સારું જતું હોય છે.