વીર યોદ્ધા મહારાણા પ્રતાપ વિશે વિસ્મયકારી તથ્યો

વીર યોદ્ધા મહારાણા પ્રતાપ વિશે વિસ્મયકારી તથ્યો

તમે તો સાંભળ્યું જ હશે કે જ્યાં રાણો ત્યાં મેવાડ. મેવાડના મહારાણા પ્રતાપને તેની વીરતા અને બહાદુરી માટે આજે પણ યાદ કરવામાં આવે છે. મહારાણા પ્રતાપ તેના આખરી શ્વાસ સુધી મોત સામે લડ્યા હતા છતા પણ હાર માની ન હતી. તો ચાલો જાણીએ મહારાણા પ્રતાપ ના જીવન વિશે અદ્ભુત એવા તથ્યો જે જાણીને તમને ચોક્કસ ગર્વ થશે. 
મહારાણા પ્રતાપ નો જન્મ ઈ.સ 1540 માં થયો હતો. બાળપણમાં તેમને કીકા નામથી બોલાવતા હતા. તેમનું આખું નામ મહારાણા પ્રતાપ સિંહ સિસોદિયા હતું.

  • અત્યારના સમયમાં જ્યારે છ ફૂટનો માણસ બહુ લાંબો માણસ કહેવાય છે ત્યારે મહારાણા પ્રતાપ ની ઊંચાઈ સાત ફૂટ અને પાંચ ઇંચ હતી. વજન તો ૧૧૦ કિલો કરતાં પણ વધારે હતું.
  • તમને જાણીને નવાઈ થશે કે મહારાણા પ્રતાપ યુદ્ધમાં તેમની સાથે 80 કિલો વજનનો ભાલો બે તલવાર, જેમનું વજન 208 કિલો અને 72 કિલો ભારી બખ્તર પહેરીને લડતાં.
  • હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ 22000 સૈનિકોના બળે મોગલો ના 80000 સૈનિકોની સેનાને હારવાની અણી ઉપર લાવી ચૂક્યા હતા. પરંતુ અંતે તેના ભાઈ દ્વારા વિશ્વાસઘાત થતાં બાજી હાથમાંથી નીકળી ગઈ.
  • અકબરે ૩૦ વર્ષ સુધી મહારાણા પ્રતાપ ને મોત યાદ કરવા તેની પાછળ સૈન્ય દોડાવ્યું પરંતુ તેમાં તે સફળ ના થઇ શક્યો. અકબર પણ કહેતો કે જો મહારાણા પ્રતાપ તેની સાથે થઈ જાય તો તે વિશ્વનો સૌથી શક્તિશાળી રાજા બની શકે.
  • મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક ખૂબ જ બુદ્ધિશાળી ઘોડો હતો તેણે મહારાણા પ્રતાપનો અનેકવાર યુદ્ધમાં જીવ બચાવ્યો હતો. આજે પણ હલ્દીઘાટી માં ચેતક નું મંદિર છે.
  • મહા રાણાપ્રતાપે ૨૦ વર્ષથી પણ વધારે જંગલોમાં રહી સેના તૈયાર કરી અને અકબર નિશાના પર ગેરિલા યુદ્ધ થી હુમલો કરતા.
  • જંગલમાં રહેતા ત્યારે મહારાણા પ્રતાપ પાસે કોઈ જ પ્રકારનું અનાજ ન બચ્યું ત્યારે તેઓ ઘાસનો રોટલો ખાય અને સમય પસાર કરતા. પરંતુ તેણે અકબર નું સામ્રાજ્ય ત્યાંથી આગળ વધવા ન દીધું.
  • મહારાણા પ્રતાપે ભારતમાં હિન્દુત્વની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.