khissu

સૌરાષ્ટ્રમાં અતી ભારે વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.

મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં 22 જૂન સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

લા નીનોથી સપ્ટેમ્બર મહિનામાં તથા ગુજરાતમાં ઓકટોબર માસ સુધી ચોમાસુ લંબાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ,વડોદરા,છોટા ઉદેપુર,ભરૂચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીથી રાહત નહીં મળે. અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે કોલ્લમ, પથાનમથિટ્ટા અને થ્રિસુર જિલ્લામાં એક કે બે સ્થળોએ મધ્યમ વરસાદ અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા છે. હવામાન વિભાગે દક્ષિણ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે. કેરલના ચોમાસાની એન્ટ્રી થઈ છે. સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય છે પરંતુ આ વખતે બે દિવસ વહેલા ચોમાસુ કેરલ પહોંચ્યું હતું.