khissu

વાયરલ હકીકત / ગઈ કાલે આકાશમા દેખાતી અદ્ભુત ઘટના કોથળામાંથી બિલાડું નીકળ્યું જેવી થઈ

ગઈ કાલે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનાં અવકાશમાં જોરદાર ધડાકા સાથે પ્રકાશિત વસ્તુ દેખાય હતી જે આ કાંઈક અલગ પ્રકારે દેખાતાં એલિયનોએ દેખા દીધાં એવાં સમાચાર સોશીયલ મિડીયામાં વાઈરલ થયા હતા જો કે આ વાતની હકીકત જાણતાં "કોથળામાંથી બિલાડું નીકળ્યું" કહેવત જેવી થઈ હતી. 

સૌરાષ્ટ્રના ઉપલેટા અને ભાયાવદર પંથકમાં સોમવારે મોડી સાંજે આકાશમાં ધડાકા સાથે રોશનીના ચમકારા દેખાતા લોકોએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેથી લોકોમાં એક ડર ફેલાયો હતો અને એવી અફવાએ જોર પકડયું હતું કે તે પરગ્રહવાસીઓ છે.

હકીકતમાં શું હતી આકાશમાં દેખાતી પ્રકાશિત વસ્તુ? 
જો કે આ અંગે ઉપલેટાનાં મામલતદાર જી.એમ. મહાવદીયાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાની જેમ જ સામાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે. જેથી સોમવારની રાતે એવી ઘટના બની હતી, ફાઇટર જેટ પસાર થતાં જોરદાર અવાજ આવ્યો હતો અને એક સાથે મોટો પ્રકાશ ઝબકારો થયો હતો અને રોશનીનાં ઝબકારા થોડા સમય જોવા મળ્યા હતા જેથી ભયનાં માર્યા લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા.

આવી જ રીતે પહેલા પણ અહીંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થયું હતું. જેના કારણે આકાશમાં ચમકારા જોવા મળ્યા હતા. ત્યારે પણ એવી વાતો વહેતી થઈ હતી કે કોઈ એલિયન્સનુ યુએફઓ પસાર થયું હતું. અને વિડિયો વાઈરલ થયા હતા. પરંતુ તે સમયે ઇન્ટરનેશલ સ્પેસ સ્ટેશન પસાર થયું હતું. હાલ વાયરલ થયેલ વિડિયો માં કોઈ તથ્યો નથી જે માત્ર એરફોર્સની આ રૂટીન કવાયત હતી.