હવામાન + અંબાલાલ પટેલની આગાહી/ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાથે તોફાની વરસાદ આગાહી

હવામાન + અંબાલાલ પટેલની આગાહી/ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાથે તોફાની વરસાદ આગાહી

નમસ્કાર ખેડૂત ભાઈઓ, પહેલાં જાણી લઈએ કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે?
ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ પશ્ચિમી ચોમાસું આજે 11મી જૂનના રોજ કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય-મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને મધ્યમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ છે. ચોમાસુ આગળ વધવાની સાથે જ વરસાદ વિસ્તારોમાં વધારો થશે.

30-40KM પવન ઝડપ સાથે હવામાન વિભાગની વરસાદ આગાહી
ગુજરાતમાં વરસાદની આગાહી: ચોમાસું આગળ વધતા હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.

શું કહે છે ગુજરાતનાં જાણીતા આગાહીકાર અંબાલાલ કાકા?
જાણીતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવવા મુજબ, રાજ્યમાં ચોમાસું કોઈ વર્ષે વહેલું તો ક્યારેક મોડું પણ આવતું હોય છે. જેની ચોમાસા ઉપર વિપરીત અસર પડતી હોય છે. પરંતુ આ વર્ષનું ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. સાથે હવામાન વિભાગનું કહેવું છે કે દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ પડશે. હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યકત કરી છે.