khissu

જોજો ધ્યાન રાખજો, ચોમાસું ભલે ગયુ પણ હવે આવશે માવઠું, ક્યારે? મેચ પેહલા આગાહી

ગુજરાતનાં વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે ઉત્તર ભારતમાં બરફવર્ષા થશે અને વરસાદ પડશે. જ્યારે ગુજરાતમાં ૧૭મી ઓકટોબર સુધીમાં બે-એક દિવસ હળવા માવઠાની શકયતા રહેલી છે.

ફરી એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની શકયતાને કારણે ગુજરાત રાજ્યમાં તા.૧૪થી ૧૭ ઓકટોબરમાં એક-બે દિવસ છુટાછવાયા ઝાપટાની સંભાવના છે.

જણાવેલ આગાહી માં કહ્યું છે કે આજે દક્ષિણ પશ્વિમ ચોમાસાએ ઘણા રાજયોમાંથી વિદાય લીધી છે. હવે પૂર્વોતર રાજયોમાં વિદાય બાકી છે. દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરાલા, કર્ણાટક, આંધ્રમાં ચોમાસાની વિદાય હજુ બાકી છે. જે થોડા દિવસોમાં વિદાઈ થઈ જશે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૩થી ૨૦ ઓકટોબર સુધીની આગાહી કરતાં જણાવેલ કે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના લીધે ઉત્તર ભારતમાં છુટાછવાયા વાદળા સાથે વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.

મોટાપાયે વેસ્‍ટર્ન ડિસ્‍ટબેન્‍સની અસર રાજસ્‍થાન, પંજાબ, હરીયાણા, જમ્‍મુ કાશ્‍મીર, હીમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુ.પી. અને એમ.પી.માં તા.૧૩ થી ૧૭ ઓકટોબર સુધી ઘણા વિસ્‍તારોમાં ઝાપટા, વરસાદની શકયતા છે. એકલ- દોકલ જગ્‍યાએ ભારે વરસાદની શકયતા છે તેમજ પહાડી વિસ્‍તારોમાં બરફવર્ષાની સંભાવના રહેલી છે.

આગાહીમાં લાગુ ગુજરાત રાજયને તા.૧૩ થી ૧૭ ઓકટોબરમાં બે એક દિવસ છુટાછવાયા ઝાપટાની સંભાવના છે. આગાહી સમયની આખર સુધીમાં ફરી એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની શકયતા પણ વ્યક્ત કરી છે.