khissu

નવી સિસ્ટમ બનતા અને પવન ગતિ ધીમી પડતાં આવતી કાલથી વરસાદ આગાહી Paresh Gowsvami દ્વારા

  • ગુજરાતના ખેડૂતોના લોકપ્રિય ખગોળ શાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામીની આગાહી
  • બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે, જેમની અસરથી ૧૮થી ૨૧માં વરસાદ
  •  સપ્ટેમ્બર મહિના માટે વરસાદની આગાહી
  • પવનની ગતિ અને વરસાદને લઈને પૂર્વાનુમાન

ગુજરાતના વેધર એનાલિસ્ટ અને ખગોળશાસ્ત્રી એવા પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે જૂન અને જુલાઈ મહિમાં ખૂબ સારા વરસાદ થયા છે અને ઓગસ્ટ મહિનાથી આપણને વરાપનો માહોલ જોવા મળ્યો છે. જોકે આ લાંબી વરાપને કારણે ખેતીના પાકોને પિયતની જરૂર છે ત્યારે ખેડૂતો એ ખાસ ચોમાસુ પાકને પિયત આપવાનું ચાલુ રાખવાનું છે કેમકે હમણાં ભારે વરસાદની શક્યતાઓ જણાતી નથી.

પવન ગતિની આગાહી?
ગુજરાતમાં 18 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદની શક્યતા નથી. ઓગસ્ટ મહિના દરમ્યાન પવનની સ્પીડ 15 આસપાસની હોવી જોઈએ જોકે તેના બદલે 25થી 30 કિ.મી/કલાકનો પવન ફૂંકાઈ રહ્યો છે. મુખ્યત્વે ગુજરાતમાં પશ્ચિમ દિશાનો તથા પશ્ચિમ દક્ષિણ દિશાના પવન ફૂંકાય રહ્યો છે. હવે આ પવનની સ્પીડમાં 18 તારીખથી ઘટાડો નોંધાશે.

પવનની ગતિમાં ઘટાડો થતાં જ ચોમાસું ધરી બદલાશે!
હાલમાં નેઋત્યના ચોમાસુ ધરી ઉત્તર ભારત તરફ ખસેલી છે. જે ચોમાસુ ધરી 18 તારીખથી પવનની સ્પીડમા ઘટાડો થતાં દક્ષિણ દિશા તરફ ગતિ કરશે અને ધીમે ધીમે રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી લંબાઈ શકે તેવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થશે.
બંગાળની ખાડીમાં 18 ઓગસ્ટ પછી 1 લો પ્રેશર બનશે. જે લો-પ્રેશર થોડું કમજોર હશે. જોકે તેમ છતાં ક્રમશ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ ગતિ કરશે જેમના કારણે 18થી લઈને 21 ઓગસ્ટ દરમ્યાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. જોકે અસરની કારણે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

ગુજરાતનાં ક્યાં-ક્યાં જીલ્લામાં વરસાદ આગાહી?
જો બંગાળની ખાડીમાં બનેલ લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે તો વરસાદનો લાભ સૌથી વધારે છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી જિલ્લો, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના અમુક ભાગોને મળી શકે છે. સાથે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 18થી 21 ઓગસ્ટ દરમ્યાન વરસાદની શક્યતાઓ રહેલી છે. જોકે આ આગોતરું એંધાણ હોવાથી આની અંદર ઘણા ફેરફારો થઈ તેવું પણ બની શકે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટા છવાયા ઝાપટા જોવા મળશે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ નથી. 18 થી 21 ઓગસ્ટ દરમ્યાન જે રાઉન્ડ આવવાનો છે તે પણ સાર્વત્રિક નથી. અમુક જિલ્લાઓને જ એનો લાભ મળવાનો છે.

સપ્ટેમ્બર મહિના માટે વરસાદનું પૂર્વાનુમાન
સપ્ટેમ્બર મહિનાથી ફરીથી આખા ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ છે. એટલે સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે સારો દેખાય રહ્યો છે. એટલે સારા વરસાદની શક્યતાઓ સપ્ટેમ્બર મહિનામાં દેખાઈ રહી.