khissu

Ashok Bhai patel / ભારે પવન સાથે વરસાદ, 27 થી 1 ઓગસ્ટમાં આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં?

ગુજરાતના જૂના અને જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે ફરી એક વખત વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતમાં 26 જુલાઈથી લઈને 1 ઓગસ્ટ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે.

26 થી 1 ઓગસ્ટ માં ક્યાં આગાહી?.
હાલમાં મધ્ય પશ્વિમ મને ઉત્તર પશ્ચિમ લાગુ આંધ્ર પ્રદેશ ઓરિસ્સાના વિસ્તારો ઉપર લોપ્રેશર છે જે આવનાર દિવસોમાં વધારે મજબૂત થશે. વધારે મજબૂત થાય જમીનના લેવલ સુધી આવશે અને 26 થી 1 તારીખ વચ્ચે વરસાદનો રાઉન્ડ જોવા મળશે.

સાથે બંગાળની ખાડી વાળુ લો-પ્રેશર આવનાર દિવસોમાં વધારે મજબૂત બનશે જેમને કારણે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીના વિસ્તારોમાં અલગ અલગ દિવસે લો-પ્રેસર અસર કરતા રહેશે. 

30-40 કિ.મી ની ઝડપે પવન સાથે વરસાદ
1) 27 જુલાઈથી કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર અરબી સમુદ્રમાંથી ફુલ સ્પીડે પવનો ફૂંકાશે, જેમની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની હશે.

2) 27 તારીખ પછી દોઢ કિલોમીટરના અંતરમાં ભેજ યુક્ત સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર પવન ફૂંકાશે જેમને કારણે છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ  વરસાદ નોંધાશે. 

3) આગાહીના દિવસોમાં ધૂપ છાવ રહેશે એટલે કે વરાળ અને વરસાદ બંને જોવા મળશે.

4) આગાહીના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે અને ક્યાંક હળવો તો વરાપ ને ધૂપ અને છાવ નોંધાશે. 

5) આગાહીના દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા ગુજરાત રિલિજિનમાં વરસાદનું જોર વધારે રહેશે.

6) 27 તારીખથી લઈને એક તારીખ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કોઈક કોઈક દિવસે વરસાદનું જોર ભારે રહેશે.