હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ભારે આગાહી, વરસાદ ગયો નથી, હજી તો મોટો રાઉન્ડ બાકી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ભારે આગાહી, વરસાદ ગયો નથી, હજી તો મોટો રાઉન્ડ બાકી

સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઓફ શેર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રીય થતાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે આજે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ પડ્યો છે. ઉમરપાડામાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ વરસાદ હજુ પૂર્ણ થયો નથી અને ક્યારે ગુજરાતમાં ફરી પીયત થાય અને જ્યાં પાણી ઘટ્યા છે ત્યાં ઘટ પૂરી થાય તેવો વરસાદ આવી શકે છે. જે ખેડૂતો પીયતની રાહ જોઈને બેઠા છે તેમને પણ હવામાન નિષ્ણાતે મહત્વની સલાહ આપી છે.

પરેશ ગોસ્વામી કહે છે કે, ગુજરાતના વરસાદ અંગે બે ખબરો છે, જેમાં એક સારી તો એક નબળી છે. સારી ખબર એ છે કે જે ખેડૂત મિત્રોની ઓરવેલી કે ટૂંકાગાળાની મગફળી હોય અને હાર્વેસ્ટિંગ કરવાનું છે તેમના માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે 3થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદના જે રાઉન્ડ યોજાયા જેમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય તો કેટલાક સેન્ટર પર ભારે સ્પેલ પણ થયા હતા.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

તેમણે કહ્યું કે, અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે આ વરસાદ સાર્વત્રિક નહોતો, એટલે દરેક જિલ્લામાં આ વરસાદ પડ્યો નથી. 9મી તારીખે જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા પછી તેનો અમુક ભેજ 850 એચપીએ લેવલ પર યથાવત છે, જેના લીધે રાજ્યમાં હળવા, મધ્યમ, ભારે વરસાદી ઝાપટાં થઈ શકે છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 13-14 તારીખ આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારત તરફ ગતિ કરી શકે છે. કારણ કે પાકિસ્તાન પર જે એન્ટી સાઈક્લોન બનેલું છે તેના લીધે બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે નહીં.

સપ્ટેમ્બરમાં જ વરસાદનો હજુ એક રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ છે. જેમાં પીયતની સાથે પાણી ઘટ્યા છે તેની ઘટ પણ પૂરી થાય તેવો વરસાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાઈ શકે છે. આ પછી ઓક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લેશે.