khissu

મેઘો મહેરબાન: 10 થી 13 તારીખ સુધી હવામાન વિભાગની આગાહી, જાણો તમારા વિસ્તારમાં ક્યારે વરસાદ

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર થશે. જેના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

આજે કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ અમરેલી ભાવનગર, પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભય નર્મદા સુરત, તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.

10 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે

11 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ, દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

12 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ, અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

13 જુને કયા વરસાદની આગાહી કરાઈ
સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ ડાંગ તાપી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
નર્મઇમાં SOU અને એકતાનગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં ખાસ કરીને નર્મદા, સાગબારા, ડેડિયાપાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ ગઈ છે. રાજપીપળા શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે.

મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ગરમી અને બકારા બાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ ખાબક્યો છે. બાલાસિનોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસા વરસ્યો છે. બાલાસિનોરમાં વરસાદ વરસ્તાની સાથે વાતાવરણમાં આંશિક ઠંડી પ્રસરી હતી

તાપીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
તાપીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે. સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેવામાં તાપીના વ્યારા, સોનગઢ સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વ્યારામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. તો બજી તરફ સોનગઢમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે.

સુરતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેવામાં સુરતના ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં ખાસ કરીને ઉમરપાડા તાલુકાના પીનપુર, ચોખવાડા કેવડી ચવડા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો
દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ ભારે પવન સાથે દાહોદ નજીક ગરબાડામાં વરસાદ ખાબક્યો હતો ગરબાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્તા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, નવમી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, ધહોદ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, લગ્ન, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 10મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર ભગ્ય, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે