વાવાઝોડાને કારણે ગુજરાતભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામ સુધી સતત ચાર દિવસ વરસાદી માહોલ રહ્યો. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતીઓને ગરમીમાંથી મુક્તિ મળી. પરંતુ જો તમે ચોમાસાની આશા લગાવીને બેઠા છો તો હાલ તમને નિરાશા મળશે. કારણ કે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ ગુજરાતમાં ચોમાસાના કોઈ એંધાણ નથી. અમદાવાદમાં આગામી સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.
કેરળમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ ગુજરાતમાં વિવિધવ રીતે ચોમાસું બેસ્યુ નથી. અત્યાર સુધી જે વરસાદ હતો તે વાવાઝોડાની અસરને કારણે હતો. ત્યારે હવે ચોમાસા માટે હજી રાહ જોઈને બેસવી પડશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, અમદાવાદમાં હવે 24 જુન સુધી વરસાદ નહિવત રહેશે. ક્યાંક છુટોછવાયો વરસાદ આવે તેની શક્યતા છે. આ કારણે આગામી 4-5 દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે
અમદાવાદમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. તો ક્યાંક છુટાછવાયા ઝાપટા પડી શકે છે. રવિવારે અમદાવાદના વાતાવરણમાં ભેજનુ પ્રમાણ સવારે 85 ટકા અને સાંજે 55 ટકા હતું.
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે. પરંતુ આ વચ્ચે તેમણે ગુજરાત પર વધુ એક સંકટની આગાહી કરી છે. અંબાલાલ કાકાએ એવી આગાહી કરી કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.