હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. જ્યારે 3 દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. ત્યારે હાલ 24 કલાકમાં તાપમાનમાં આવેલા ઘટાડામાં ઉત્તરના પવનો ફૂંકાતા ઘટાડો આવ્યો છે. જે પવનની દિશા 3 દિવસ બાદ પૂર્વનાં પવનો ફૂંકાશે. જેનાં કારણે તાપમાન વધશે.
રાજ્યના લઘુતમ તાપમાનમાં મોટો ઘટાડો આવતા ફરી ઠંડી અનુભવાઈ છે. જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણ નોંધાયું. જેમાં રાજ્યમાં 22 ફેબ્રુઆરી સામે આજે 5 ડિગ્રી કરતા વધુ તાપમાનમાં ઘટાડો નોંધાયો. 22 ફેબ્રુઆરીએ નલિયામાં 17 ડિગ્રી તાપમાન હતું કે આજે 8.8° નોંધાયું . જ્યારે અમદાવાદમાં ૧૯.૭ ડિગ્રી તાપમાન હતું જે આજે 14 ડિગ્રી નોંધાયું . તો ગાંધીનગરમાં ૧૯.૨ ડિગ્રી તાપમાન સામે આજે 14 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન હતું જે આજે 12.2 ડિગ્રી નોંધાયું. ડીસામાં પણ 17.5 ડિગ્રી તાપમાન હતું જે ૧૪ ડિગ્રી નોંધાયું. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જે તાપમાનમાં ઘટાડો આવતા લોકોને ઠંડીનો અહેસાસ થયો.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદના તાપમાનમાં 5 ડીગ્રીનો ઘટાડો નોધાયો છે. અમદાવાદમાં 14 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ ત્યારે ગુરુવારે 19.7 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ. ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 8.8 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ હતુ.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે. આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે.
માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.