khissu

ગુજરાત માથે વેસ્ટર્ન ડિસ્ટર્બ લાવ્યું સંકટ; આજથી બે દિવસ ભારે માવઠું, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?

ગઈ કાલે જણાવેલ આગાહી મુજબ આજે રાત્રીથી માવઠાનો રંગ દેખાશે, જેમાં 30 તારીખે ઘણા વિસ્તારમાં અને એમનાથી વધુ 31 માર્ચે માવઠું જોવા મળશે. વૈજ્ઞાનિક વેધર મોડલ મુજબ ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ વધુ પડશે તેની માહિતી આજે જોઈશું. 

ખેડૂત ભાઈઓ વરસાદની શરૂઆત 29 તારીખના મોડી રાત થી જ થઈ જશે, જેમાં શરુઆત કચ્છથી થઈ શકે છે જે બાદ 30થી સવારથી કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને લાગુ મધ્ય ગુજરાત એટલે કે, કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટ, પોરબંદર સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વરસાદની ઘણી શકયતા રહેશે. આ જિલ્લાઓના અમુક વિસ્તારો મધ્યમ તો અમુક વિસ્તારોમાં વધુ માવઠું પણ આવી શકે છે.

30 તારીખ બપોર પછી પૂર્વ ગુજરાત / ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા સારી જણાઈ રહી છે જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના અમુક વિસ્તારો માં છૂટા છવાયા વિસ્તારમાં શકયતા રહશે. આ સિવાય જૂનાગઢ, અમરેલી બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારો માં છૂટા છવાયા ઝાપટા પડી શકે. હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ સુધી વરસાદ આગાહી જણાવી છે.