Weather Gujarat Monsoon 2024: હવામાન વિભાગની શનિ વાર અને રવિવારની આગાહી
શનિવાર માટે આગાહી:- અમદાવાદને બાદ કરતા હવામાન વિભાગે કોઈ શહેર કે જિલ્લા માટે વરસાદની મોટી ચેતવણી વ્યક્ત કરી નથી, પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવમાન વિભાગ અનુસાર, આવતીકાલે સાંજે, અથવા રાત્રે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
રવિવારની આગાહી :- હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, અને દમણ દાદરાનગર હવેલી જિલ્લાઓમાં એક બે સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ, તો મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ એક બે સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.
આજથી રાજ્યમાં આદ્રા આજના નક્ષત્રની શરૂઆત થઈ છે, આદ્રા નક્ષત્ર દરમિયાન વાવણી અને વરસાદ થાય તો ચોમાસું સારું રહે તેવું કહેવામાં આવે છે.
ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 24થી 29 જૂન સુધીમાં બંગાળ ઉપસાગરનો ભેજથી એમપીમાં આવીને ગુજરાતના મોટાભાગના ભાગોમાં 30મી જૂન સુધીમાં વરસાદ આપશે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની પડવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અમરેલી, ભાવનગર તથા અન્ય કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એટલે આ વહન જબરૂં છે તેવુ આગાહી માં કહ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યુ છે કે, 23મી તારીખથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.