khissu

જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: કાલથી પ્રિ મોન્સુન એક્ટિવ થશે, વરસાદ?

 ગુજરાત ની જનતા અસહ્ય ગરમીના કારણે ત્રાહિમામ પોકારી રહી છે. એવામાં જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ એ કરી છે કે આવતીકાલથી બફારા વધવા સાથે લોકો પરસેવે રેબઝેબ થવા લાગશે અને કયાંક કયાંક છાંટાછુટી થવાની પણ શકયતા રહેશે.

ચોમાસુ થયું ડી એક્ટિવ: આંદામાન નિકોબારમાં ચોમાસુ બેસી ગયા બાદ બે દિવસથી તેની ઉતરીય રેખા સ્થગીત છે. જો કે બે દિવસમાં એ ફરી સક્રીય થઈને આગળ વધવા લાગશે અને મધ્ય દક્ષિણ બંગાળની ખાડી તથા દક્ષિણ અરબી સમુદ્રમાં આગળ વધવા લાગે તેવી શકયતા છે.

નવું લો પ્રેશર સર્જાયું: એક લોપ્રેસર સીસ્ટમ મતંબાન ખાડી અને તેને લાગુ મ્યાનમારના કિનારા નજીક ઉભુ થયુ હતું તે મજબૂત થઈને ડીપ્રેશનમાં ફેરવાયું છે. જો કે આ સીસ્ટમ મ્યાનમાર તરફ ગતિ કરતી હોવાથી ભારતને કોઈ અસર થવાની શકયતા નથી.

અશોકભાઈ ની આગાહી મુજબ પવન કેવો રેહશે:  આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના તો ક્યારેક પશ્ચિમી રહેશે.પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે અને ઝાટકા ના પવનો 30-45 કિમિ/કલાકે ના રહેશે.આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આવતી કાલ થી ક્રમશ ઘટાડો જોવા મળશે. તાપમાન નોર્મલ નજીક આવી જશે. આવતી કાલ થી સાંજે ભેજ વધશે એટલે બફારા નો અહેસાસ થશે.

દક્ષિણ પશ્ચિમી સ્પીડ માં પવનો ફૂંકાતા હોય અરબી સમુદ્ર નો ભેજ 0.75 કિમિ ઊંચાઈ સુધી વધશે. અસ્થિરતા વધશે અને એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન છાંટા છુટી થઇ શકે.