ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે સોમાસા વિદાય સમયે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે હવામાન વિભાગ તરફથી ભારતના રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસા વિદાયની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે અશોકભાઈ પટેલે 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી જણાવી છે.
25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદનું પુર્વાનુમાન
1) વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૫ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા વરસાદની શકયતા છે.
આ પણ વાંચો: આ વર્ષે નવરાત્રિમાં વરસાદ તો આવશે જ, પરંતુ કેટલા દિવસ આવશે એને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
2) દક્ષિણ પશ્વિમ ચોમાસુ દક્ષિણ પશ્વિમ રાજસ્થાનમાંથી વિદાય લઈ રહ્યું છે.
સામાન્ય રીતે ચોમાસાના વિદાય માટેના પરીબળો જમીનથી દોઢ કિ.મી. ઉંચાઈએ એન્ટીસાયકલોનીક સરકયુલેશન થવું જોઈએ એ થઈ ગયું છે. છેલ્લા ચાર- પાંચ દિવસથી આ વિસ્તારમાં વરસાદ નથી અને આ વિસ્તારમાં સેટેલાઈટની ઈમેજમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. વાતાવરણ પણ સુકુ થઈ ગયુ છે.
3) નોર્થ આંદામાનના દરિયામાં ચારેક દિવસ પછી એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાશે. જે ત્યારબાદ લોપ્રેશરમાં પરીવર્તીત થવાની સંભાવના છે.
4) જે મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં ૩.૧ કિ.મી.ના લેવલમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન આવતા ચારેક દિવસ છૂટો છવાયો વરસાદ રહે તેવી શકયતા છે.
5 )ગુજરાત રીજનમાં છુટાછવાયા ઝાપટા- વરસાદની શકયતા. સૌરાષ્ટ્ર કરતાં વધુ વિસ્તારોમાં મુખ્ય વરસાદ આ મહિના સુધી જોવા મળે.