khissu

નંબર 7 વિશેની હકીકત જે સંપૂર્ણ રીતે આશ્ચર્યજનક છે. જાણો નંબર સાતની રોચક વાતો

અંકશાસ્ત્ર અનુસાર 7મી સંખ્યાનું રહસ્ય કેતુ માંથી માનવામાં આવે છે, આ સંખ્યાને વ્યક્તિના જીવન પર સૌથી મોટી અસર માનવામાં આવે છે. સર્જન પર પણ આ સંખ્યાનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે બ્રહ્માંડ પર સાત મહાસાગરો છે, સાત સુર છે અને મેઘધનુષ્યમાં સાત રંગો છે. જે માનવ જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે.  આનો અર્થ એ છે કે 7 અંકની સંખ્યા સંપૂર્ણપણે અલગ છે. આગળ તમને જણાવીશું કે 7 અંક કેટલો મહત્વનો છે.

 

ધાર્મિક ગ્રંથોમાં માન્યતા: પ્રાચીન કાળથી માન્યતાઓ 7 નંબર સાથે જોડાયેલી છે. આ સંખ્યાને લઈને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ગ્રંથોમાં ઘણા જોડાણો છે. એવામાં, તેનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં પણ જોઈ શકાય છે.  તેમજ કુરાનમાં 7 મુદ્દાઓનો વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  આ સંખ્યા ગ્રીસ, બેબીલોન અને ઘણા પ્રાચીન ગ્રંથો સાથે સંબંધિત છે. તેનું વર્ણન ઋગવેદના ગ્રંથોમાં પણ જોવા મળે છે.

ભાગ્યંક 7 વિશે: 7 નંબર ધરાવતા લોકો નિર્ણય લેવાની વધુ સમજ ધરાવે છે. આ લોકો પોતાની શક્તિ અને સમય એક જ કામ કરવામાં વિતાવે છે. આ લોકો વિચારશીલ, સતર્ક અને બુદ્ધિશાળી હોય છે. આ લોકો કોઈપણ કાર્ય સારી રીતે કરવામાં કુશળ હોય છે અને દરેક કાર્ય પૂર્ણ કર્યા પછી જ શ્વાસ લે છે.

જાણો 7 મુદ્દાનું રહસ્ય:
7 એ ચોથી અવિભાજ્ય સંખ્યા છે.
પૃથ્વી પર 7 મહાસાગરો છે.
મેઘધનુષ્યમાં 7 રંગો છે.
દર અઠવાડિયામાં સાત દિવસ હોય છે.
  હિન્દુ ધર્મમાં સપ્તર્ષિઓ છે.
આપણા સૌરમંડળમાં સાત ગ્રહો છે.
બાઇબલમાં તમે સાત ચર્ચો વિશે વાંચી શકો છો.
એવું માનવામાં આવે છે કે ભગવાનને વિશ્વ બનાવવા માટે સાત દિવસ લાગ્યા હતા.
દુનિયામા 7 અજુબા આવેલા છે.
ક્રિકેટર ધોની જે જર્સી પેહેરે છે તેનો નંબર 7 છે.
ફુટબોલના ખેલાડી રોનાલ્ડોની જર્સીનો નંબર પણ 7 છે.
મુસ્લિમ ધર્મમાં 786 નો ઉલ્લેખ છે જેનો પહેલો અંક પણ 7 છે.

તમને જણાવી દઈએ કે 7 નંબરનું ને આપણા ધાર્મિક ગ્રંથોથી લઈને વાસ્તવિક જીવન સુધી વિશેષ મહત્વ છે.  આ અંકની માન્યતાઓ ધાર્મિક ગ્રંથોથી પ્રાચીન કાળથી જોડાયેલી છે.

જો તમને પણ આ સાત નંબર વિશે વધુ માહિતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. - આભાર.