સફળતાની વ્યાખ્યા શું હોય? શું તમે સફળ છો કે નહીં?

સફળતાની વ્યાખ્યા શું હોય? શું તમે સફળ છો કે નહીં?

નમસ્કાર... 

તમારાં મતે સફળતા એટલે શું? શું જીવનમાં પૈસો અને સંપત્તિ એટલે બધી સફળતા? 

તમારા મતે સફળતાની વ્યાખ્યા કોઈપણ હોય શકે પરંતુ એક નાની ઝૂંપડીમાં રહેતો વ્યક્તિ પણ સફળ હોઈ શકે છે અને બંગલામાં રહેતો વ્યક્તિ પણ, જ્યારે ઘણી વાર સંપત્તિ અને પૈસા બધું હોવા છતાં વ્યક્તિ અસફળ હોઈ છે શા માટે? આવા ઘણાં પ્રશ્નો નાં જવાબ કદાસ નાં મળે પણ સફળ થવાનો રસ્તો જરૂર મળી શકે છે. 

અમેરિકન ફિલોસોફર રાલ્ફ એમરસને સફળતા એટલે શું એ વિષે બહુ અદભૂત શબ્દો લખ્યા છે. 

સફળતા એટલે ? 

  • વારંવાર ખડખડાટ હસી શકવું.
  • બુદ્ધિશાળી લોકોનો આદર કરવો.
  • બાળકોનો પ્રેમ જીતી શકવો.
  • પ્રામાણિક ટીકાકરોની પ્રસંશા મેળવવી.
  • વિશ્વાસઘાત કરનારને ભૂલી શકવું.
  • કોઈપણ સુંદરતાને માણી શકવી.
  • ખામીને બદલે ખુબી શોધી શકવી.
  • કોઈ એક પ્રિય વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવો.
  • કોઈ એક વ્યક્તિની પીડા ઓછી કરી તેનું જીવન આરામપ્રદ બનાવવું.