khissu

એવું તો વળી કેવું નામ રાખ્યું બાળકનું કે ૬૦ વર્ષ સુધી મફત પિઝ્ઝા ખાઈ શકશે | નામ રાખવાથી શું ખરેખર મફત પિઝ્ઝા મળતા હશે ?

તમારા બાળકનું નામ શું રાખવું તે માટે તમે અગાઉથી જ વિચાર કરતા થઈ જાવ છો. કેટલાક લોકો તો તેને હજી બાળકની રાશિ ની પણ ખબર ના હોય એટલું જ નહિ પણ હજી બાળક નો જન્મ પણ ના થયો હોય કે તે છોકરો છે કે છોકરી એ પહેલા જ નામ વિચારી લેતા હોય છે.

એવામાં ઓસ્ટ્રેલિયામાં રહેતા એક દંપતિ એ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે જેના કારણે આવનારા ૬૦ વર્ષ સુધી તેને મફત પિઝ્ઝા ખાવા મળશે. છે ને ચોંકાવનારી વાત મિત્રો ?

જી હા મિત્રો, અમેરિકા માં રહેતા એક દંપતી એ એક પ્રતિસ્પર્ધા માં જીત મેળવી છે તે બદલ તેને ૨૦૮૦ સુધી મફત પિઝ્ઝા નો લાભ મળશે.

વાત એમ છે કે, વિશ્વની પ્રખ્યાત પિઝ્ઝા કંપની ડોમીનોઝે ૬૦ વર્ષ પૂરા થતાં ઓસ્ટ્રેલિયામાં એક સ્પર્ધા રાખી હતી જેમાં ૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ કે બાળકનો જન્મ થાય તેના માતા પિતા તે બાળકનું નામ Dominic અથવા Dominique રાખશે તો તેને આવનારા ૬૦ વર્ષ સુધી મફત પિઝ્ઝા નો લાભ મળશે.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા કલેમ્મેંટાઈંન ઓલ્ડફિલ્ડ અને એન્થોની લૂતે શરત મુજબ ૯ ડિસેમ્બર ના રોજ જન્મેલા પોતાના બાળકનું નામ Dominic રાખ્યું જે દરમિયાન તેણે જીત મેળવી છે અને હવે થી ૬૦ વર્ષ એટલે કે ૨૦૮૦ સુધી દર મહિને ૧૪ ડોલરનો પિઝ્ઝા મફતમાં ખાઈ શકશે.