વારંવાર સંભાળવા મળતી કલમ ૧૪૪ લાગવાનું કારણ શું છે ? ભંગ કરશો તો ૩ વર્ષ ની સજા, જાણો સંપૂર્ણ માહિતી

વારંવાર સંભાળવા મળતી કલમ ૧૪૪ લાગવાનું કારણ શું છે ? ભંગ કરશો તો ૩ વર્ષ ની સજા, જાણો સંપૂર્ણ માહિતી

કલમ ૧૪૪ ક્યારે લગાવવામાં આવે છે ?

CRPC ની કલમ ૧૪૪ શાંતિ જાળવી રાખવા માટે એવી પરિસ્થિતિમાં લગાવવામાં આવે છે જ્યારે કોઈ સુરક્ષા સંબંધિત ભય કે તોફાન થવાની આશંકા હોય.

૧૪૪ ની કલમ લાગુ કરાવવા તે વિસ્તારના જિલ્લા અધિકારી દ્વારા એક નોટીફિકેશન બહાર પાડવામાં આવે છે.

કલમ ૧૪૪ લાગુ થવાથી શું અસર થાય?

કલમ ૧૪૪ જે વિસ્તારમાં લગાવવામાં આવે તે વિસ્તારમાં ૫ અથવા તેનાથી વધારે વ્યક્તિ એક સાથે ભેગા ના થઈ શકે.

કલમ ૧૪૪ લાગુ કર્યા બાદ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવે છે. તે વિસ્તારમાં હથિયારો લઇ જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે.

કેટલાં સમય સુધી લગાવી શકાય કલમ ૧૪૪ ?

કલમ ૧૪૪ ને ૨ મહિના થી વધારે સમય સુધી લગાવી શકાય નહિ.જો રાજ્ય સરકારને લાગે કે મનુષ્ય જીવન પર ખતરો ટાળવા કે પછી તોફાન ને ટાળવા માટે હજી સમય સુધી લંબાવવા ની જરૂર છે તો તેની અવધિ વધારી શકાય છે. પરંતુ તે સ્થિતિમાં પણ કલમ ૧૪૪ લગવ્યાની શરૂઆતની તારીખથી ૬ મહિના થી વધારે સમય સુધી ન લગાવી શકાય.

  • કલમ ૧૪૪ નો ભંગ કરનારને વધુમાં વધુ ૩ વર્ષની સજા થઈ શકે છે.

તો મિત્રો આપણા દેશમાં લાગુ થતાં કાયદા વિશે જાણો અને સતર્ક રહો અને હા મિત્રો જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ જરૂર થી કરી દેજો.